હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે દહીં, જાણો તેને કેવી રીતે ખાવું જોઈએ

સોમવાર, 1 એપ્રિલ 2024 (00:02 IST)
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા આજકાલ દરેકમાં વધી રહી છે. સ્થિતિ એ છે કે ફેટ જમા થવાથી ધમનીઓ સંકોચાઈ જાય છે અને બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે. આના કારણે લોકો બીપીની સમસ્યાથી પીડાય છે અને સમય જતાં તેમને હાર્ટ ની બીમારીઓ થવા લાગે છે. જેવો કે હાર્ટ અટેક, આવી સ્થિતિમાં એવો ખોરાક ખાવો જરૂરી છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે . આવી જ એક વસ્તુ છે દહીં. પરંતુ, સમજવાની વાત એ છે કે દૂધમાંથી બનેલી આ વસ્તુ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
 
હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં  મદદરૂપ છે દહીં
NIHના એક રિપોર્ટ મુજબ દહીંનું સેવન કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે.  ઉલ્લેખનીય છે કે દહીંનું વિટામિન સી ટ્રાઇગ્લિસરાઇડ્સ, ફાસ્ટિંગ ગ્લુકોઝ, ઇન્સ્યુલિન અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તે ઉચ્ચ ઘનતાવાળા લિપોપ્રોટીન (LDL) અથવા ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં પણ મદદરૂપ છે. 
 
 ઉલ્લેખનીય છે કે દહીંની કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા તેના પ્રોબાયોટિક ગુણધર્મો સાથે જોડાયેલી છે, કારણ કે એક બ્રિટીશ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રોબાયોટિકના સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલ પેદા કરતા પરમાણુઓ તેમજ ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીનનું સ્તર ઘટે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
 
હાઈ કોલેસ્ટ્રોલમાં દહીં કેવી રીતે ખાવું 
હાઈ કોલેસ્ટ્રોલમાં દહીં ખાવાની સૌથી સારી રીત એ છે કે દહીંમાં થોડું સંચળ નાખીને દરરોજ જમ્યા પછી જરૂર ખાવ. આખા દિવસમાં ઓછામાં ઓછું એક વાટકી દહીં ખાવાની આદત કરો.  તેનાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને ઘણી બીમારીઓથી બચાવશે, ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થશે. આ સમયગાળા દરમિયાન દહીંનું સેવન  મેટાબોલીજમને ઝડપી બનાવે છે અને હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર