જાણો ડાયાબિટીઝના દર્દીઓ માટે કેવી રીતે કામ કરશે લવિંગ
ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. જેના સેવનથી શરદી, ખાંસી, માથાનો દુખાવો અનેક બીમારીઓથી છુટકારો મળી શકે છે. આ સાથે જ લવિંગમાં એવા ગુણ જોવા મળે છે જે લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો કે તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો. ત્યારબાદ જ તેનુ સેવન કરો.
ડાયાબિટીઝના દર્દી આ રીતે કરો લવિંગનુ સેવન
- સુગરના દર્દી સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં 8 થી 10 લવિંગ નાખીને ઉકાળી લો.
- ત્યારબાદ આ પાણીથી લવિંગને બહાર કાઢી લો
- હવે પાણીનુ સેવન કરો.
- ડાયાબિટીઝના દર્દીઓ આનુ સેવન ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી કરવુ જોઈએ. જેનાથી બ્લડ શુગલ લેવલ નિયંત્રિત થઈ શકે છે.