- ચાઉમિનમાં સ્વાદ માટે જોખમી એસિડનો ઉપયોગ થાય છે. આવા ફાસ્ટ ફૂડ બનાવવામાં અજીનોમોટોનો અતિશય વપરાશ ઉપરાંત અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ચાઉમિનમાં મોનો સોડિયમ ગ્લુકોનાઇટ અને અજિનોમોટો એક સોડિયમ મીઠું છે, જે સ્વાદ ગ્રંથીઓને નુકસાન પહોંચાડે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી નુકસાનકારક છે.
- ચાઉમીનમાં ઘણી કાચી શાકભાજીનો ઉપયોગ થાય છે. ગલી નાકાની દુકાનોમાં બનાવવામાં આવતા ચાઉમીનમાં સ્વચ્છતાની કાળજી લેવામાં આવતી નથી. તેમાં વપરાતી શાકભાજી ઘણી વખત સાફ કરવામાં આવતી નથી અને તેમાં ઘણા પ્રકારના જંતુઓ હોઇ શકે છે. આવી સ્થિતિમાં, તે વધુ જોખમી બની શકે છે.
ચાઉમીન ખાવાનો એક ફાયદો
ચાઉમીન ખાવાના નુકશાન વધુ અને ફાયદો ન બરાબર છે. તમે જો ચાઉમીનના શોખીન છો તો આ સમાચાર તમને નિરાશ કરી શકે છે. બીજી બાજુ જો તમે વિચારી રહ્યા છો કે ચાઉમીન ખાવાનો કોઈ ફાયદો નથી તો તમને જણાવી દઈએ કે ચાઉમીન મેદાથી બને છે અને તેને બનાવવામાં અનેક મસાલાનો ઉપયોગ થાય છે તેથી તેને ખાવાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. પણ તેનો મતલબ એ નથી કે ચાઉમીન હેલ્ધી ઓપ્શન છે.