ડાયાબિટીસના દર્દીઓએ ભોજન પહેલાં અને ભોજન પછી કયા કાર્યો કરવા જોઈએ? જાણો

મંગળવાર, 4 માર્ચ 2025 (08:11 IST)
blood sugar level
ખોટી લાઈફસ્ટાઇલ અને ખાનપાનને કારણે વર્તમાન દિવસોમાં ઘણા લોકો  ડાયાબિટીસનાં ભોગ બની રહયા છે. ડાયાબિટીસમાં પૈક્રીયાજ  ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. આ રોગથી પીડિત વ્યક્તિના બ્લડ સુગરનું સ્તર ઘટતું અને વધતું રહે છે. ડોક્ટરો હંમેશા ડાયાબિટીસના દર્દીઓને ભોજન પહેલાં અને પછી તેમના બ્લડ સુગર લેવલની તપાસ કરવાની સલાહ આપે છે. જોકે, ઘણા લોકો જાણતા નથી કે ડાયાબિટીસના દર્દીના બ્લડ સુગર લેવલ ક્યારે તપાસવું જરૂરી છે, તો ચાલો આજે જાણીએ  કે ડાયાબિટીસના દર્દીઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
 
કેટલું હોવું જોઈએ ફાસ્ટિંગ સુગર લેવલ ?
ફાસ્ટિંગ બ્લડ સુગરનો અર્થ છે કંઈપણ ખાધા વિના બ્લડ સુગર લેવલ તપાસવું. જો કોઈ સ્વસ્થ વ્યક્તિએ છેલ્લા 8 કલાકથી કંઈ ખાધું નથી, તો તેના બ્લડ સુગરનું સ્તર 70-99 મિલિગ્રામ/ડીએલની વચ્ચે હોવું જોઈએ. જો તમે કંઈ ખાધું નથી અને તમારા બ્લડ સુગરનું સ્તર 130 મિલિગ્રામ/ડીએલ કે તેથી વધુ છે તો તે ડાયાબિટીસની નિશાની છે. આવી સ્થિતિમાં, ખોરાક લેતા પહેલા તમારા બ્લડ સુગર લેવલની તપાસ ચોક્કસ કરો.
 
જમ્યા પછીનું બ્લડ સુગર લેવલ હોવું જોઈએ આટલું 
ફક્ત જમ્યા પહેલા જ નહીં, જમ્યા પછી પણ સુગરનું લેવલ તપાસવું જોઈએ. જમ્યાનાં 2 કલાક પછી તમારા બ્લડ સુગરનું લેવલ ચેક કરો. જમ્યા પછી સ્વસ્થ લોકોનું બ્લડ સુગર લેવલ લગભગ  130 થી 140 mg/dl ની વચ્ચે હોય છે. જ્યારે ડાયાબિટીસના દર્દીનું બ્લડ સુગર લેવલ 180 mg/dl સુધી પહોંચે છે. જો સુગરનું સ્તર આનાથી પણ વધારે હોય તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતાજનક છે.
 
કેવી રીતે ચેક કરશો બ્લડ સુગર લેવલ ?  
દર્દીના બ્લડ સુગર લેવલને તપાસવા માટે, તમે ઓનલાઈન અથવા કોઈપણ મેડિકલ શોપમાંથી બ્લડ સુગર ટેસ્ટ મશીન ખરીદી શકો છો. આ ઉપરાંત, તમે લેબમાં જઈને પણ તમારા બ્લડ સુગર લેવલની તપાસ કરાવી શકો છો. જોકે, દરરોજ લેબમાં જવું શક્ય નથી, તેથી જો તમે આ મશીન ખરીદો છો, તો તમારા માટે તે સરળ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર