Black Cardamom- આ છે મોટી ઈલાયચી ખાવાના 11 ફાયદાઓ

સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (12:19 IST)
ઈલાયચી નાની હોય કે મોટી બન્ને જ આપણા સ્વાસ્થય માટે લાભકારી છે. ઈલાયચીનો પ્રયોગ રસોઈ રાંધવા ઉપરાંત આપણને રોગોથી છુટકારો અપાવવામાં થઈ શકે છે. મોટી ઈલાયચી(Black Cardamom)ને કાળી ઈલાયચી ,બંગાલની ઈલાયચી  લાલ ઈલાયચીના નામથી પણ જાણી શકાય છે.મોટી ઈલાયચી ના માત્ર અમારા શરીર પણ ત્વચા સંબંધી રોગોથી પણ છુટકારો આપે છે. 
 
 
- મોટી ઈલાયચીનું સેવન કરવાથી કોઈ પણ પ્રકારના દુખાવાથી રાહત મળે છે. માથાના દુ:ખાવા થાક થતાં મોટી ઈલાયચીનું  સેવન કરવું  લાભકારી  સિદ્ધ થાય છે.
 
- ગભરાહટ થતાં મોટી ઈલાયચીનું  સેવન કરવું  લાભકારી સિદ્ધ થાય છે. મોટી ઈલાયચીના દાણાને વાટીને એને મધમાં  મિક્સ કરી સેવન કરવાથી ગભરાહટથી રાહત મેળવી  શકો છો. 
 
- મોટી ઈલાયચીનું  સેવન કરવાથી પાચન શક્તિ યોગ્ય રહે છે અને પેટની સમસ્યાઓથી રાહત મળે છે. 
 
- મોટી ઈલાયચી આપણને ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે અને ત્વચા સંબંધી રોગોથી છુટકારો આપે છે. 
 
- મોટી ઈલાયચીનું  સેવન કરવાથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા ચમકદાર રહે છે. 
 
- મોટી ઈલાયચીમાં એંટી ઓકસીડેંટસ હોય છે જે કેંસર જેવા ભયંકર રોગ સામે  લડવામાં મદદ કરે છે. 
 
- મોટી ઈલાયચીનું  સેવન કરવાથી વાળની સમસ્યાઓથી પણ છુટકારો મળે છે અને એના સેવનથી વાળ લાંબા અને ધેરા બને છે. 
 
- મોટી ઈલાયચીનું  સેવન કરવાથી કિડની સંબંધી રોગોથી છુટકારો મળે છે. 
 
- મોટી ઈલાયચીનો  પ્રયોગ ભોજનમાં પણ કરાય છે અને આ ભોજનના સ્વાદને પણ વધારે છે. 
 
- મોટી ઈલાયચીનું  સેવન કરવાથી દાંતોની સમસ્યાઓમાંથી રાહત મળે છે અને શ્વાસની દુર્ગંધથી છુટકારો મળે છે અને આ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. 
 
- મોટી ઈલાયચીને વાટી ખાલી પેટ  સેવન કરવાથી બવાસીરથી રાહત મેળવી શકાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર