દૂધમાં હળદર નાખીને પીવાના ફાયદા તમને લાખો ખર્ચ કરીને પણ નહી મળે

બુધવાર, 15 જુલાઈ 2020 (06:58 IST)
રોજ હળદરવાળુ દૂધ લેવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળે છે. હાડકા સ્વસ્થ અને મજબૂત હોય છે. આ ઑસ્ટિયોપોરેસિસના દર્દીઓને રાહત પહોંચાડે છે




1 હાડકાઓને પહોચાડે છે ફાયદો  

રોજ હળદરવાળુ દૂધ લેવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળે છે. હાડકા સ્વસ્થ અને મજબૂત હોય છે. આ ઑસ્ટિયોપોરેસિસના દર્દીઓને રાહત પહોંચાડે છે. 

2  ગઠિયારોગ દૂર કરવામાં સહાયક 

હળદરવાળુ દૂધ ગઠિયાની સારવાર અને રિયૂમેટૉઈડ ગઠિયાને કારણે સોજાના ઉપચાર માટે વપરાય છે. આ જોઈંટ્સ અને માંસપેશીઓને લચીલુ બનાવીને દુ:ખાવામાં રાહત અપાવે છે.

3 ટૉક્સિન્સ દૂર કરે છે 

આયુર્વેદમાં હળદરવળુ દૂધનો ઉપયોગ શોધન ક્રિયામાં કરવામાં આવે છે. આ લોહીમાંથી ટૉક્સિન્સ દૂર કરે છે અને લિવરને સાફ કરે છે.  પેટ સાથે જોડાયેલ સમસ્યાઓમાં આરામ માટે તેનુ સેવન લાભકારી છે.  image 3

4  કીમોથેરેપીની ખરાબ અસરને ઓછી કરે છે  

એક શોધ મુજબ હળદરમાં રહેલ તત્વ કેંસર કોશિકાઓથી ડીએનએને થનારા નુકશાનને રોકે છે અને કીમોથેરેપીના દુષ્પ્રભાવને ઓછો કરે છે.  

5  કાનના દુ:ખાવામાં આરામ મળે છે.

હળદરવાળુ દૂધ પીવાથી કાનના દુખાવા જેવી સમસ્યાઓમાં પણ આરામ મળે છે.  તેનાથી શરીરના લોહીનુ પરિભ્રમણ વધી જાય છે. જએનાથી દુખાવો ઝડપથી ઓછો થાય છે.  

6  ચેહરો ચમકાવે છે 

રોજ હળદરનુ દૂધ પીવાથી ચેહરો ચમકવા માંડે છે.  રૂના ફૂઆને હળદરવાળા દૂધમાં પલાળીને આ દૂધને ચેહરા પર લગાવો.  તેનાથી ત્વચાની લાલી અને ચકતા ઓછા થશે.  સાથે જ ચેહરા પર નિખાર અને ચમક આવશે.  

7  બ્લડ સર્કુલેશન ઠીક કરે છે

આયુર્વેદ મુજબ હળદરને બ્લડ પ્યોરિફાયર માનવામાં આવે છે. આ શરીરમાં બ્લડ સર્કુલેશનને મજબૂત બનાવે છે. લોહીને પાતળુ કરનારા લિમ્ફ તંત્ર અને રકત વાહીકાઓની ગંદકી સાફ કરનારુ છે. 
8. સ્કિન પ્રોબ્લેમમાં છે રામબાણ 

હળદરવાળુ દૂધ સ્કિન પ્રોબલેમ્સમાં પણ રામબાણનુ કામ કરે છે.

9 લીવર ને મજબૂત બનાવે છે  

હળદરવાળુ દૂધ લીવરને મજબૂત બનાવે છે.  આ લીવર સાથે સંબંધિત બીમારીઓથી શરીરની રક્ષા જ કરે છે અને લિમ્ફ તંત્રને સાફ કરે છે.  

10.  અલ્સર ઠીક કરે છે 

આ શક્તિશાળી એન્ટી સેપ્ટિક હોય છે અને આંતરડાને સ્વસ્થ બનાવવા સાથે જ પેટના અલ્સર અને કોલાઈટિસનો ઉપચાર કરે છે. તેનાથી પાચન સારુ રહે છે અને અલ્સર, ડાયેરિયા અને અપચો થતો નથી. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર