સફરજન જ નહી પણ દિવસમાં બે કેળા ખાવાથી લાભ થાય છે. લાભ જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે કેળા ખાવાથી વજન વધતુ નથી, આ માત્ર એક મિથ છે. આનાથી તમને તરત જ એનર્જી મળે છે. એમાં ફાઈબર અને ત્રણ રીતની શુગર હોય છે. સુક્રોજ, ફ્રુક્ટોજ અને ગ્લૂકોઝ.
1. ડિપ્રેશન
એક રિસર્ચનું માનીએ તો ડિપ્રેશનના દર્દી જ્યારે પણ કેળા ખાય છે , એમને આરામ મળે છે. કેળામાં એક એવુ પ્રોટીન હોય છે , જે તમને રિલેક્સ ફીલ કરાવે છે અને તમારો મૂડ સારો રાખે છે. કેળામાં વિટામિંસ B6 પણ હોય છે, જે તમારા બ્લ્ડ ગ્લૂકોઝ લેવલને ઠીક રાખે છે.