સૂતા પહેલા કેળા ઉકાળીને(કેળાની ચા) ખાવાનો આ ફાયદો તમને હેરાન કરી દેશે

શનિવાર, 14 જુલાઈ 2018 (15:43 IST)
કેળાનુ સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારી રહે છે. ચિકિત્સક પણ કેળાનુ સેવન કરવાની સલાહ આપે છે.  તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તમને ભૂખ નથી લાગતી. જો તમે કેળાના સેવનથી અત્યાર સુધી પરેજ કરો છો તો તમે જાણી લો કેળા તમારે જરૂર ખાવા જોઈએ. પણ જો તમે કેળાને ઉકાળીને ખાશો તો સામાન્ય રીતે કેળુ ખાવાથી વધુ ફાયદાકરી રહે છે.  રાતે સૂતા પહેલા કેળુ ઉકાળીને ખાવાથી તમે શરીરમાં થોડાક જ દિવસમાં બદલાવ અનુભવ કરશો. 
 
શરીરને તાકત આપે છે કેળુ 
 
જો તમને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા છે તો કેળુ ખાવાથી તમને ફાયદો થશે.  કેળામાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે. જે શરીરને તાકત આપે છે.  તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. તેથી નાના બાળકોને પણ કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે.  ઉંઘ ન આવવાની સમસ્યાથે ગ્રસ્ત લોકોને સૂવાના બરાબર ઠીક પહેલા છાલટા સહિત કેળાની ચા બનાવીને પીવી જોઈએ. એક અઠવાડિયા સુધી સતત આવુ કરવાથી તમને રાત્રે સારી ઉંઘ આવશે. આ ઉપરાંત તમે ખુદને પહેલા કરતા વધુ તાજગી ભરેલા અનુભવશો. 
 
આ રીતે બનાવો કેળાની ચા 
 
ઉંઘ ન આવવી કે ઓછી આવવાની સમસ્યાથી પરેશાન લોકો એક કપ પાણીને ગેસ પર ઉકાળવા મુકી દો. હવે તેમા તજ નાખીને ઉકળવા દો. ઉકાળ્યા પછી પાકેલા કેળાના નાના નાના ટુકડામાં કાપીને ઉકળતા પાણીમાં નાખીને થોડો સમય પકાવ્યા પછી તેને ગાળીને ઠંડુ કરીને પી લો. આ પીવાથી તમને ઉંઘ આ આવવાની સમસ્યાથી છુટકારો મળશે. 
 
રાત્રે જે લોકોની ઉંઘ ખુલી જાય છે તેમને પણ આ મિશ્રણ પીવાથી આરામ મળશે. કેળાના છાલટામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. કેળાના છાલટાનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો છો. આ શરીર માટે ખૂબ ગુણકારી હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર