ગરમીમા કંઈક ઠંડુ પીવાનું મન કરે છે. આવામાં જ્યુસ અને છાશ સૌથી બેસ્ટ ડ્રિંક છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા, એંટી બેક્ટેરિયલ, કેલ્શિયમ, એંટી કાર્સિનોજેનિક તત્વ હોય છે. જે શરીરને સ્વસ્થ બનાવીને અનેક પ્રકારની બીમારીઓ સામે લડવની શક્તિ આપે છે. છાશ શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે અને હેલ્ધી શરીર માટે લાભકારી છે. આજે અમે તમને છાશના કેટલા ગુણ બતાવીશુ, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.