સવારે ખાલી પેટ આમળાનો જ્યુસનો સેવન ફાયદાના બદલે નુકશાન ન પહોચાડે, જાણી લો આ નિયમ
શુક્રવાર, 2 જુલાઈ 2021 (11:07 IST)
આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ જણાવી છે જેના નિયમિત સેવનથી ન માત્ર જુદા-જુદા રોગોથી મુક્તિ મળે છે પણ ત્વચા પણ યુવા બની રહે છે. આ આયુર્વેદિક જડી-બૂટીમાંથી એક છે આમળો. વિટામિન સીથી ભરપૂર આમળો દરેક મૌસમમાં લાભદાયક હોય છે. આ આંખો, વાળ અને ત્વચા માટે ફાયદાકારી છે જ સાથે જ તેના બીજા ઘણા ફાયદા પણ છે જે તમારા શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. હમેશા આમળા ખાસ કરીને આમળાના જ્યુસના સેવનને લઈને ઘણા લોકો ગૂંચવણમાં રહે છે કે તેનો સેવન ક્યારે કરવું જોઈએ.
ક્યારે અને કેટલી માત્રામાં પીવુ જોઈએ આમળાનો જ્યુસ સવારે ખાલી પેટ આમળા જ્યુસ માત્ર 10 મિલીગ્રામ જ લેવું. વધારીને 20 મિલિગ્રામ કરી શકે છે. તેનાથી વધારે આમળાનો જ્યુસના સેવન આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જુદા-જુદ સમય પર તેને બે વારમાં
પણ લઈ શકો છો. ઠંડુ પાણી પીવાની સાથે આમળાનો જ્યુસ ક્યારે ન પીવું. હૂંફાણા પાણીમાં 2-3 ચમચી આમળાનો જ્યુસ મિક્સ કરી પીવો. તેનાથી ખાલી પેટ કોઈ પણ સાઈડ ઈફેક્ટ થવાથી બચ્યા રહેશો.
આમળા અને તેનો જ્યુસ પીવાના ફાયદા
-આંખો માટે આમળા અમૃત સમાન છે, આ આંખોની રોશનીને વધારવામાં મદદ હોય છે. તેના માટે દરરોજ એક ચમચી આમળાના પાઉડરને મધ લેવાથી લાભ મળે છે અને મોતિયાબિંદની સમસ્યા પણ ખત્મ થઈ જાય છે.
- તાવથી છુટકારો મેળવવા માટે આમળાના રસમાં વઘાર લગાવીને તેનો સેવન કરવો જોઈએ. તે સિવાય દાંતમાં દુખાવા અને કેવિટી થતા પર આમળાના રસમાં થોડો કપૂર મિક્સ કરી મસૂડા પર લગાવવાથી
રાહત મળે છે.
-શરીરમાં ગરમી વધી જતા પર આમળા સૌથી સારું ઉપાય છે. આમળાના રસનો સેવન કે આમળાને કોઈ પણ રૂપમાં ઠંડક આપે છે. હેડકી અને ઉલ્ટી થવા પર આમળાના રસને શાકરની સાથે દિવસમાં બે-ત્રણ વાર સેવન કરવાથી ખૂબ રાહત મળશે.
-ચેહરાના ડાઘ હટાવીને તેને સુંદર બનાવવા માટે પણ આમળા તમારા માટે ઉપયોગી હોય છે. તેનો પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવવાથી ત્વચા સાફ, ચમકદાર હોય છે અને કરચલીઓ પણ ઓછી થઈ જાય છે.
આ વસ્તુઓ સાથે સેવન કરવાના ફાયદા
- આમળાને પેસ્ટના રૂપમાં તૈયાર કરી લો. બે ચમચી આમળાનો પ્લપ અને બે ચમચી મધ મિક્સ કરી સવારે-સાંજે લો. શરદી નહી થશે જો હશે તો તે ઠીક થઈ જશે.
- 6-7 દિવસ ખાલી પેટ એક ચમચી માત્ર આમળાનો જ્યુસ પીવો. તેનાથી પેટના કૃમિ મરશે. પેટ સાફ થશે.
- ડાયબિટીજની સમસ્યામાં આમળાનો જ્યુસ સેવન કરી શકો છો. આમળા બ્લ્ડ શુગરને નિયંત્રિત કરવામાં કારગર છે.
- મૂત્રમાં બળતરા હોય તો ખાલી પેટ આમળા અને મધ મિક્સ કરી પીવો. રાહત મળશે.
- ખાંસી માટે પણ આમળા ખૂબ ફાયદાકારી છે. આમળાનો છુંદો દૂધની સાથે લો. ખાંસીમાં રાહત મળશે.
-સફેદ વાળને કાળ કરવા આમળા કારગર છે. નારિયેળના તેલમાં બે થી ત્રણ આખા આમળા રાત્રે પલાળીને રાખો. સવારે આ તેલની માલિશ કરવી. વાળ કાળા થઈ જશે અને મજબૂત પણ હશે.