આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. કોવિડ 19 ની આ બીજી લહેર ગયા વર્ષથી પણ વધુ ખતરનાક બતાવાય રહી છે. કારણ કે આ વર્ષે યુવાઓમાં સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે અને શ્વાસ લેવામાં પરેશાની કારણે આ બીમારીએ વધુ ભયાનક સ્વરૂપ લઈ લીધુ છે. આવામાં લોકો બચાવ સાથે સમય પર આ બીમારીની શોધ લગાવવા માટે સમય સમય પર મારુ ઓક્સીજન લેવલ ચેક કરી રહ્ય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે સરકારને આદેશ આપ્યુ છે કે તે COVID-19ના લક્ષણોથી પીડિત લોકોને 6 મિનિટના ટેસ્ટના વિશે જાગૃત કરે. આ ટેસ્ટને ઘરે ખૂબ જ સહેલાઈથી કરી શકાય છે. આવો જાણીએ આ ટેસ્ટને કરવાની રીત..
આ રીતે કરો ઓક્સીજન લેવલ ચેક
- ટેસ્ટ પછી પોઝિટીવ રિપોર્ટ આવતા લોકોને ઘરમાં જ ઓક્સીમીટરનો ઉપયોગ કરીને તમારા ઓક્સીજન સ્તરની તપાસ કરવી જોઈએ. લોકો પઓતાની આંગળી પર ઓક્સીમીટર લગાવીને છ મિનિટની વૉક ટેસ્ટ પણ કરી શકે છે. તમારી મધ્યમા આંગળીમાં ઓક્સીમીટર પહેરો. હવે 6 મિનિટ માટે એક સમાન સપાટ જમીન પર સતત ચાલો. 6 મિનિટ પછી જો ઓક્સીજનનુ સ્તર નીચે નથી જતુ તો વ્યક્તિને સ્વસ્થ માનવામાં આવે છે.
આ રીતે રાખો નજર - ઓક્સીજનનુ સ્તર 1 ટકાથી ઓછુ થઈ જાય તો ચિંતાની કોઈ વાત નથી. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સ્તર પર નજર રાખવા માટે દિવસમાં કે કે બે વાર એક્સરસાઈઝ કરવી જોઈએ. જો ઓક્સીજનનુ સ્તર 93 ટકાથી ઓછુ થઈ જાય છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તે વ્યક્તિને તરત હોસ્પિટલ જવુ જોઈએ. અસ્થમાથી પીડિત લોકો માટે ટેસ્ટની સલાહ નથી આપવામાં આવતી. સાથે જ 60 વર્ષથી વધુ વયના લોકોએ છ મિનિટને બદલે 3 મિનિટ સુધી વોક કરી શકે છે.
- ચાલવા માટે લાકડી કે વોકરનો ઉપયોગ કરી શકો છો
- ટેસ્ટ કરતા પહેલા હળવુ ભોજન કરો
- તમે તમારી સામાન્ય દવાઓ લઈ શકો છો