તમારો આહાર વજન ઘટાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. આ સિવાય તમે દિવસભર કઈ શારીરિક પ્રવૃત્તિ કરો છો તે મહત્વનું છે. સ્વસ્થ રહેવા અને સ્થૂળતા ઘટાડવા માટે, દરરોજ 45-મિનિટ ચાલવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ જે લોકો પાસે સમય ઓછો છે તેઓ પણ 10-મિનિટની દોડથી લાભ મેળવી શકે છે. દરરોજ 10 મિનિટ દોડવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે અને વજન પણ ઝડપથી ઘટે છે. જાણો રોજ દોડવાના ફાયદા.
10 મિનિટ દોડવાના ફાયદા(Daily 10 Minutes Running Benefits)
હાર્ટ રહેશે સ્વસ્થઃ- દરરોજ માત્ર 10 મિનિટ દોડવાથી હાર્ટ નું સ્વાસ્થ્ય સારું રહે છે. આનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ ની કામગીરી સુધરે છે. સ્નાયુઓ ઝડપથી લોહી પંપ કરે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. તેથી, તમારે દરરોજ થોડી મિનિટો માટે દોડવું જોઈએ.
ઊંઘ સુધારે - જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તેમને રોજ દોડવાથી ફાયદો થશે. દોડવાથી તમારી ઊંઘ, ઊંઘની પેટર્ન અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થશે. માત્ર 10 મિનિટની દોડ અથવા કાર્ડિયો કસરત તમને રાત્રે ઊંડી અને સારી ઊંઘ મેળવવામાં મદદ કરી શકે છે.