હેલ્થ કેર - ફક્ત 40 મિનિટ અને ખભાનો દુ:ખાવો ગાયબ થશે

શનિવાર, 23 મે 2015 (09:27 IST)
ખભાના દુખાવો કે સાંધાની સમસ્યાથી જો તમે વારંવાર પરેશાન રહો છો તો હવે આનાથી રાહત મળવાના દિવસો દૂર નથી 
 
તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ પોલિસ્ટર શર્ટના કપડાના એક એવો પેચ તૈયાર કર્યો છે જેને શરીર પર લગાવીને સાંધાના દુખાવાની સમસ્યામાં આરામ મળી શકે છે. 
 
અમેરિકી ઓર્થોપૈડિક સર્જન ડો. રોજર હૈકને પોલિસ્ટરના કપડામાંથી તૈયાર કરેલ આ ટુકડાને 40 મિનિટના ઓપરેશનમાં 50 દર્દીઓ પર લગાવ્યા છે અને તેની સફળતાનો દાવો કર્યો છે.  
 
તેમનો દાવો છે કે આ પેચની મદદથી ખભાનો દુ:ખાવાથી પરેશાન દર્દીઓને 70 ટકા બાબતોમાં સફળતા જોવા મળી છે.  
 
વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ પેચની મદદથી સાંધાના વચ્ચેનુ ખાલી સ્થાન સુરક્ષિત રીતે ભરી શકવા ઉપરાંત આ માંસપેશીઓની કોશિકાઓના વિકાસમાં પણ મદદરૂપ છે. 
 
હૈકન મુજબ, "ખભાના તેજ દુખાવા દરમિયાન અનેકવાર દર્દીઓને પોતાનો હાથ ઉપર ઉઠાવવા દરમિયાન તકલીફ થાય છે. આવામાં આ ઉપાય ખૂબ જ અસરદાર અને સુરક્ષિત બની શકે છે. 

વેબદુનિયા પર વાંચો