વજન ઘટાડવા માંગો છો તો દરરોજ કરો આ આસન

મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (15:09 IST)
વજન ઘટાડવાની ચાહ રાખો છો તો રોજ વિન્યાસ પ્રવાહ કરવાથી તમને ફાયદો મળી શકે છે. જાણો એની વિધિ 
 
વિન્યાસ પ્રવાહ સૂર્ય નમસ્કારનો જ એક પ્રકાર છે જેમાં પર્વતાસન ભુજંગાસન અને કુંભકાસનનો સેટ હોય છે. વજન ઘટાડવાથી લઈને શરીરને શેપમાં રાખવા માટે આ લાભકારી છે. 
 
એની શરૂઆત પર્વતાસનથી કરાય છે. જેમાં સૌથી પહેલા પેટના બળે સૂઈ જાઓ. બન્ને હાથને ખભા પાસે રાખો.એના પર પ્રેશર આપી હિપ્સ અને લોવર બેકના ભાગને ઉપર ઉઠાવો. 
 
એ પછી હિપ્સને નીચે લાવો અને શરીરના અગ્રભાગને ઉપર ઉઠાવો. 
 
થોડા સેકંડ પછી જમીનથી થોડી ઉંચાઈ પર હાથને બળ આપતા પેટના બળે સૂવો. પાંચ વાર ઊંડો શ્વાસ લો. 
 
હવે ફરી સવાસનની સ્થિતિમાં આવી જાવ અને પર્વતાસનના સાથે એને પાંચ વાર રિપીટ કરો.   

વેબદુનિયા પર વાંચો