ગર્ભધારણ ન થવાના કારણો

શુક્રવાર, 8 એપ્રિલ 2016 (15:33 IST)
ગર્ભધારણ ના રહેવું એક સમસ્યા બની ગઇ છે જેના કારણે લગ્ન જીવન ભારે લાગવા લાગે છે. સમાજના લોકોના ટોન્ટ સાંભળવા પડે છે. ઘણી વાતોનો સામનો નવા પરણેલા દંપતિઓએ કરવો પડે છે. આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં, સમયની મર્યાદા, વધારે પડતા ખાવા પીવા પર ધ્યાન ના રાખવું ઘણા કારણો એવા છે જેનાથી લગ્ન જીવનમાં તણાવ આવે છે. ચલો તો ગર્ભધારણ ના થવાના કારણોની સમસ્યા વિશે જાણીએ.

1. પુરુષોમાં શુક્રાણુઓનું પૂરતી માત્રામાં ન બનવું, તેનો મતલબ એ થાય છે કે પુરુષોમાં જરૂર કરતાં ઓછા શુક્રાણું હોવા એટલે ઇનફરટિલિટિ અને બીજા કારણોથી પણ પુરુષોમાં પૂરતી માત્રામાં શુક્રાણુ તો હોય છે પરંતુ સ્ત્રીના અંડાણુઓ સુધી પૂરતી માત્રામાં પહોંચતા નથી.

2. વધાર પડતી ઉંમરનું હોવું પણ એક મહત્વનું કારણ છે. સ્ત્રીઓનું 30 વર્ષ કે તેનાથી વધારે હોવું જેમાં તેમનું ગર્ભધારણ ઓછું કે ના રહેવા બરોબર  થઇ જાય છે.

3. સ્ત્રીઓની યોનિમુખનો ફેલાવો થવો એટલે કે વીર્યનું યોનીનું બહાર નીકળવું જેનાથી સંતાન થઇ શકતા નથી.

4. શીધ્રપતનમાં પુરુષનું વીર્ય પહેલાથી જ પડી જાય છે તે સમયે સ્ત્રીની ગર્ભાશાયની નળીનો છેદ ચીકણો થતો નથી અને ગર્ભ રહેતો નથી.

5. અતિશય દવાઓનું સેવન કરવું પણ એક ખતરનાક બની શકે છે. ડોક્ટરની સલાહ પર જ દવાઓ લો.

6. તણાવ એટલે કે ડિપ્રેશનનું હોવું પણ એક મોટી સમસ્યા છે.

7. પુરુષોના લિંગનું આડું હોવું તે પણ એક કારણ છે.

વેબદુનિયા પર વાંચો