આજથી સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ ‘શુભ આરંભ’નો શુભારંભ

શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (13:51 IST)
પ્રોડક્શન - ઘ ટ્રાવેલિંગ સર્કસ
દિગ્દર્શક - અમિત બારોટ 
લેખક - વિપુલ શર્મા
સંવાદ - અભિનય બેંકર
સંગીત - ઋષિ વકિલ 
સ્ટાર કાસ્ટ - હર્ષ છાયા, પ્રાચી શાહ-પંડ્યા, કમલ જોશી 
સ્ટાર - 4-5

‘ધ ટ્રાવેલિંગ સર્કસ’ અને સિનેમેન પ્રોડક્શન્સના બેનર હેઠળ નિરવ અગ્રવાલ, સિદ્ધાર્થ શ્રીવાસ્તવ અને સૂર્યદીપ બસીયા નિર્મિત અર્બન વેડિંગ ગુજરાતી ફિલ્મ ‘શુભ આરંભ’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના પોસ્ટર, મ્યુઝિક લોન્ચ અને ટીઝરને જોરદાર પ્રતિસાદ મળ્યો. ગુજરાતી ફિલ્મોનાં નિર્માણનાં સ્તરને ઉંચે લઈ જવા માટે સશક્ત એવી મનોરંજન ડ્રામા ફિલ્મ ‘શુભ આરંભ’માં હર્ષ છાયા, પ્રાચી દેસાઈ-પંડ્યા, કમલ જોશી જેવા પ્રસિદ્ધ કલાકારો છે તો ભરત ચાવડા, દીક્ષા જોશી, આર્જવ ત્રિવેદી જેવા નવોદિત કલાકારોએ એમની અભિનય પ્રતિભા દર્શાવી છે.  


ફિલ્મ ‘શુભ આરંભ’ની ટિકિટ બુક કરવા માટે ક્લિક કરો 

આ ફિલ્મના દિગ્દર્શક અમિત બારોટ છે. ફિલ્મમાં શુભ (ભરત ચાવડા)ના પિતા અનુપમનો રોલ જાણીતા કલાકાર હર્ષ છાયાએ કર્યો છે. તો શુભની મમ્મી મનસ્વીનો રોલ પ્રાચી દેસાઈ-પંડ્યાએ કર્યો છે. રિધિમાની ભૂમિકામાં છે દીક્ષા જોશી. આ ફિલ્મની વાર્તા વિપુલ શર્માએ લખી છે. જ્યારે સ્કિનપ્લે અને સંવાદો અભિનય બેંકરનાં છે. ઋષિ વકિલ શુભ આરંભના સંગીતકાર છે અને સ્વાનંદ કિરકીરે, કિર્તીદાન ગઢવી તથા દિવ્ય કુમારે તેમાં પોતાનો અવાજ આપ્યો છે.


ફિલ્મની વાર્તા અમદાવાદમાં મેરેજ કાઉન્સિલર તરીકે સેવા બજાવતી રિધિમા અને વિદેશમાં વસતા (NRI) ગુજરાતી આર્કિટેક્ટ  શુભનાં લગ્ન વિશેની છે. બંનેનાં લગ્નની પ્રક્રિયા  ગુજરાતી સ્ટાઈલમાં શરૂ કરવામાં આવે છે. બંને જણ એકબીજાને પસંદ પણ કરવા લાગે છે અને લગ્નની તારીખ નક્કી થઈ જાય છે, પરંતુ ત્યાં એક સમસ્યાને કારણે શુભ અને રિધિમાની લગ્નની તૈયારીઓમાં વળાંક આવી જાય છે. વાત એમ છે કે, બંનેનાં લગ્ન પછી શુભનાં માતા-પિતા છૂટાછેડા લેવાના છે. એ બંને વચ્ચે સતત અણબનાવ રહ્યા કરે છે. આ જાણકારી શુભ એની ભાવિ પત્નીને આપે છે. રિધિમા, જે મેરેજ કાઉન્સિલર છે, તે શુભ સાથેનો સંબંધ તોડી નાખવાને બદલે એનાં માતા-પિતાનું લગ્નજીવન તૂટતાં બચાવવાનું વચન આપે છે. તેઓ એક પછી એક યોજના ઘડે છે. શું શુભ-રિધિમાની જોડી એમનાં મિશનમાં સફળ થાય છે ખરી? એ માટે ફિલ્મ જોવી રહી.

વેબદુનિયા પર વાંચો