ગુજરાતી ફિલ્મ મિશન મમ્મી - ગુજરાતી ભાષા અને ગુજરાતી પણાને ઉજાગર કરતી ફિલ્મ

સોમવાર, 14 નવેમ્બર 2016 (15:46 IST)
હાલનો સમય હવે ઢોલીવૂડનો છે, તેને આપણે અર્બન ફિલ્મો તરીકે ઓળખીયે છીએ. પરંતું આ ફિલ્મોને અર્બન કહ્યા વિના પ્રાદેશિક ગુજરાતી ફિલ્મ કહીએ તો વધારે સારૂ. કારણ કે પહેલા એવું હતું કે આપણા ગ્રામ્ય કલ્ચર પર ફિલ્મો બનતી હતી અને શહેરી કલ્ચર પર ફિલ્મો બની રહી છે. એટલે તેને લોકોએ અર્બન ગુજરાતી ફિલ્મો એવું નામ આપી દીધું છે. ત્યારે ફરીવાર દર્શકોની વચ્ચે એક એવી ફિલ્મ તૈયાર થઈ છે. જેનું નામ છે મિશન મમ્મી, આ ફિલ્મ ગુજરાતી ભાષા અને ગુજરાતી પણાને ઉજાગર કરે છે. તાજેતરમાં જ આ ફિલ્મનું મ્યૂઝિક અને પોસ્ટર અમદાવાદમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મની વાર્તા એક અપર્ણા નામની યુવતીની છે જે ફૂલ ટાઈમ માતા તરીકેની ફરજ અદા કરે છે. તેણે પોતાના બાળકો માટે પોતાના કેરિયરનો પણ ત્યાગ કર્યો છે. તેના બાળકો મોટા થઈ ગયા છે અને હવે તેને ફરીથી પોતાના કેરિયરમાં પરત ફરવાનો વિચાર આવે છે. તેણે પોતાના જીવનના અનેક વર્ષો પોતાના બાળકો પાછળ ખર્ચી નાંખ્યાં છે. ત્યારે તેની જુનવાણીને એક વસ્ટર્ન કલ્ચરમાં ફેરવવા માટે પણ તેના બાળકો હવે મથી રહ્યાં છે. આ માટે બાળકોએ એક મિશન આદર્યું છે અને તેનું નામ છે મિશન મમ્મી, આ ફિલ્મનો આધાર ફિલ્મની વાર્તા છે. જે ગંભીર મુદ્દો છે પણ તેને હળવી શૈલીમાં રજુ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં આરતી પટેલ, રાજ વજિર, સત્યમ શર્મા, આશના મહેતા, સૌમ્ય શાહ લીડ રોલ કરી રહ્યાં છે. ફિલ્મની સ્ટોરી ધીરુબેન પટેલના એક પુસ્તક પરથી લેવામાં આવી છે. ફિલ્મના દિગ્દર્શક આશિષ કક્કડ છે. તો સંગીત નિશિથ મહેતાનું છે.

વેબદુનિયા પર વાંચો