પોંગલ વિશે નિબંધ

શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (00:38 IST)
પોંગલ તમિલનાડુમાં મકરસંક્રાતિને પોંગલના રૂપમાં ઉજવે છે. સૌર પંચાગ અનુસાર આ તહેવાર પહેલી તારીખે આવે છે. તમિલનાડુની અંદર પોંગલ ખાસ કરીને ખેડુતો માટેનો તહેવાર છે. પોંગલ સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી ઉજવાય છે. પહેલા દિવસે કચરાને એકત્રિત કરીને સળગાવવામાં આવે છે બીજા દિવસે લક્ષ્મીની પૂજા થાય છે અને ત્રીજા દિવસે પશુ ધનની પૂજા કરવામાં આવે છે.
 
પોંગલના દિવસે સ્નાન કર્યા બાદ ખુલ્લા આંગણમાં માટીના નવા વાસણની અંદર ખીર બનાવવામાં આવે છે. જેને પોંગલ કહેવાય છે. ત્યાર બાદ સૂર્ય ભગવાનને નૈવેધ ચડાવ્યા બાદ ખીરને બધા પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે. આ દિવસે પુત્રીનું અને જમાઈનું ઘરે સ્વાગત કરવામાં આવે છે. ત્રીજા દિવસે ખેડુતો પોતાના પશુઓને ખુબ જ સુંદર રીતે શણગારીને તેમનું સરઘસ કાઢે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર