પોતાનો જીવ બચાવવ અને પુરાવા મટાડવા માટે અંગ્રેજોએ એ વીરોની અડધી સળગેલી લાશોને ખૂબ જ નિર્દયતાથી નદીમાં ફેંકાવી દીધી. નાની વયમાં આઝાદીના દીવાના ત્રણેય યુવા પોતાના દેશ માટે કુર્બાન થઈ ગયા. આજે પણ એ ત્રણેય યુવા પેઢીના આદર્શ છે. શહીદ-એ-આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં આ એક મહત્વપુર્ણ ઘટના માનવામાં આવે છે. જ્યા એક બાજુ ભગત સિંહ અને સુખદેવ કોલેજના યુવા સ્ટુડેંટ્સના રૂપમાં ભારતને આઝાદ કરવાનુ સપનુ સેવી રહ્યા હતા તો બીજી બાજુ રાજગુરૂ વિદ્યાધ્યયન સાથે કસરતતના ખૂબ શોખીન હતા અને તેમનુ નિશાન પણ તેજ હતુ.