ગુડ ફ્રાઈડે નિબંધ

સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (12:56 IST)
Good Friday- ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા છે. એટલા માટે ગુડ ફ્રાઈડેના દિવસને શોકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં, ગુડ ફ્રાઈડે 29 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસને બ્લેક ફ્રાઈડે તરીકે ઓળખવામાં આવે છે.
 
ઈશુના પ્રાણ ત્યજતી સમયે આ ઘટનાઓ બની હતી 
 
બાઈબિલના મુજબ ઈસા મસીહ છ કલાક સુધી સલીબ પર લટકતા રહ્યા અને યાતના સહન કરતા રહ્યા. તેમના સલીબ પર ચઢાવવાના અંતિમ કલાક દરમિયાન બપોરથી  અપરાહ્ય 3 વાગ્યા સુધી આખા દેશમાં અંધારુ છવાયેલુ રહ્યુ અને જ્યારે કે ચીસ પછી ઈસા મસીહએ પોતાના પ્રાણ ત્યજી દીધી ત્યારે એ સમયે એક ભૂકંપ આવ્યો હતો. જ્યારે કબરો તૂટીને ખુલી ગઈ અહ તી અને પવિત્ર મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો હતો. 
 
ત્યાર બાદ અડધી રાત્રે સામાન્ય કમ્યુનિયન સર્વિસ થાય છે.
 
ઘણી જગ્યાએ તો કાળા વસ્ત્રો પહેરીને શ્રદ્ધાળુઓ ઈશુની છબી લઈને માતમ મનાવતાં એક ચાલવાનો સમારોહ કાઢે છે અને પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે.
 
 ગુડ ફ્રાઈડે પ્રાયશ્ચિત અને પ્રાર્થનાનો દિવસ છે તેથી આ દિવસે ગિરજાઘરોમાં બેલ વગાડવામાં આવતી.નથી
 
ગુડ ફ્રાઈડેનુ મહત્વ 
 
ઈસાઈ ધર્માવલમ્બિયો માટે ગુડ ફ્રાઈડેનુ વિશેષ મહત્વ રાખે છે. અનેક લોકો આ બલિદાન માટે ઈસા મસીહની કૃતજ્ઞતા વ્યક્ત કરતા 40 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જેને 'લેંટ' કહેવામાં આવે છે તો કોઈ ફક્ત શુક્રવારના દિવસે ઉપવાસ કરીને પ્રેયર(પ્રાર્થના) કરે છે. આ દિવસ પ્રભુ ઈસાના ઉપદેશો અને તેમની શિક્ષાઓ અને વચનોને ફક્ત યાદ કરવાનો જ દિવસ નથી પણ તેને અમલમાં લાવવા માટે પ્રેરિત થવાનો દિવસ છે.  સલીબ પર લટકતા ઈસએ જે અંતિમ વાત કહી હતી, એ તેમને ક્ષમાની શક્તિની અન્યતમ મિસાલ છે.  સલીબ પર લટકાવ્યા પછી મૃત્યુ પહેલા તેમના માર્મિક અને હ્રદયગ્રાહી શબ્દ હતા - 'હે ઈશ્વર તેમને ક્ષમા કરો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શુ કરી રહ્યા છે.' 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર