હાલમાં મંદીના વાતાવરણમાં સરકાર સ્ટીલના આયાત નિર્યાત કરમાં વધારો કરવાનુ વિચારી રહી છે. ચીન અને યુક્રેન જેવા દેશોની સસ્તી સ્ટીલની આયાત કરી સ્થાનિક ઉદ્યોગોને મજબૂત કરવા કેન્દ્ર સરકાર સ્ટીલની આયાત પર ૧૫ ટકા જેટલી ડયુટી કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટીલની આયાતમાં વધારાના પગલે સ્થાનિક બજારો પર માઠી અસર પડી રહી છે.
સરકાર આ મુદ્દે તપાસ કરીને ટુંકમાં જ હોટ-રોલ્ડ, કોઇલ્સ, શીટ અને અન્ય સ્ટ્રીપ ઉત્પાદકો પર આયાત ડયુટી લાદવાનો નિર્ણય કરશે. જો આ અંગે હકારાત્મક તો ૧૦થી ૧૫ ટકા વચ્ચે ડયુટી લાદવામાં આવ એ તેવી સંભાવના છે.