શિલ્પા ખાદ્ય પદાર્થોંનો વ્યવસાય કરશે

ભાષા

ગુરુવાર, 27 ઑગસ્ટ 2009 (10:10 IST)
અભિનેત્રી શિલ્પા શેટ્ટી બ્રિટેનમાં રેડીમેડ ખાદ્ય ઉત્પાદનોની શ્રેણી શરૂ કરવાની તૈયારીમાં છે. તેણે ‘વી8 ગોરમેટ ગ્રુપ’ માં 33 ટકા ભાગીદારી પ્રાપ્ત કરી છે. આ સમૂહ કેટલાયે પ્રકારના ખાદ્ય પદાર્થો પૂરા પાડશે.

શિલ્પાએ કહ્યું કે, ‘શિલ્પાજ ગોરમેટ ક્રિએશંસ’ માં ઓછા રેસાવાળી ચટણી અથાણા અને મસાલા ઉપલબ્ધ થશે.

પ્રખ્યાત શેફ એંડી વર્મા સાથે મળીને શિલ્પાની કંપની આ ઉત્પાદનોનું નિર્માણ કરશે. બ્રિટેનના બજારોમાં આ ઉત્પાદનનો આગામી વર્ષે ઉપલબ્ધ હશે. તે પોતાના મંગેતર રાજ કુંદ્રા સાથે સરેમાં રહે છે.

વેબદુનિયા પર વાંચો