વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ઠીક નથી - રાજુ

ભાષા

બુધવાર, 22 એપ્રિલ 2009 (11:38 IST)
સત્યમના સંસ્થાપક બી રામાલિંગા રાજુએ જુઠ પકડનાર મશીન સહિત કોઇ પણ જાતના વૈજ્ઞાનિક પરિક્ષણ માટે અસહમતિ દાખવી પોતાની તબિયત સારી ના હોવાનું કહ્યું છે.

રામાલિંગા રાજુ તરફથી કેસ લડી રહેલ તેમના વકીલ પ્રકાશ રેડ્ડીએ સીબીઆઇ મામલાઓની સુનાવણી કરી રહેલી વિશેષ અદાલત સમક્ષ કહ્યું હતું કે, તેમના અસીલની તબિયત સારી નથી. તે હ્રદય રોગથી પીડાઇ રહ્યા છે એવામાં જુઠ પકડનાર મશીન સહિત કોઇ પણ વૈજ્ઞાનિક પરિક્ષણ આપવા તેમના માટે કઠિન છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજુ ઉપર કરોડો રૂપિયાની ઠગાઇનો આરોપ છે.

વેબદુનિયા પર વાંચો