મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ લોન મેળવવાના નિયમો સરળ
ગુરુવાર, 4 જૂન 2015 (17:21 IST)
મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ પાલિકાના આવાસ મેળવનાર લાભાર્થીઓને વિવિધ બેકમાંથી લોન મેળવવામાં ખૂબ મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો અવાર નવાર તંત્રને મળતી હતી જેના કારણે રાજ્ય સરકારે મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ લોન મેળવવાના નિયમો સરળ બનાવતા લાભાર્થીઓને મોટી રાહત મળી ગઈ છે.અનેક પ્રકારના લોન માટેના નિયમો હળવા કરી દેવાતા મકાન માટે અરજી કરનારના જુદી જુદી કચેરીઓના ધક્કા બચી ગયા છે એટલું જ નહી એક સાથે ભરવી પડતી માર્જિન મનીની રકમમાં પણ અરધી રકમની છૂટછાટ આપવામાં આવી છે માર્જિન મની ની રકમ વીસ ટકા થી ઘટાડીને દસ ટકા કરાઈ છે
નિયમોમાં કરાયેલા ફેરફાર મુજબ આ પ્રકારના આવાસ મેળવનાર લાભાર્થીઓને લોન માટે મામલતદારના આવકના દાખલાને માન્યતા આપવામાં આવશે. આવાસ યોજના માટે જરૂરી માર્જિન મની વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરી દેવાય છે. પાલિકાએ એલઆઇજી આવાસ માટે વીસ ટકા માર્જિન મની પેટે રૂ. ૧.૬૦ લાખ દરેક લાભાર્થી પાસે ભરાવ્યા હતા. હવે માર્જિન મની અડધી કરી દેવાઇ છે એટલેકે ર.80હજાર દરેક લાભાર્થીએ હવે ભરવાના થશે. લાભાર્થીનાં બાળકો અને પત્નીની આવકને પણ રિપેમેન્ટ કેપેસિટીમાં માન્ય રાખવાની જાહેરાત કરાઈ છે. બેંકો દ્વારા ટાઇટલ કિલયરન્સ રિપોર્ટ અને વેલ્યુએશન રિપોર્ટ માગવામાં આવતો હતો જે હવે માગવામાં આવશે નહી. ખુદ સરકાર કે સરકારી સંસ્થા(પાલિકા) આવાસ બનાવતી હોવાથી ટાઇટલ ક્લિયરન્સ રિપોર્ટની આવશ્યકતા નથી તેવી જોગવાઇ સરકાર કરાઈ જેને કારણે બેંકોને પણ હવે લોન આપવામાં સરળતા રહેશે.
પાલિકાના આવાસો મેળવનાર લાભાર્થીઓ પૈકી બહુ ઓછા લાભાર્થીઓને આજ સુધી બેંક લોન પ્રાપ્ત થઇ છે. હજુ પણ કેટલાક લાભાર્થીઓની લોન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક યા બીજા કારણોસર તેમની અરજી પ્રોસેસ હેઠળ છે. કેટલાક લાભાર્થીઓ એવા છે કે તેઓ કઇ રીતે હપ્તા ચૂકવશે તે સ્પષ્ટ નથી તેઓને બાળકો અને પત્નીની આવકને પણ રિપેમેન્ટ કેપેસિટીમાં માન્ય રાખવાની જાહેરાતનો હવે લાભ મળતા સ્પષ્ટતા આવશે . તો કેટલાકે બેંક લોન વગર સ્વભંડોળમાંથી રૂ. ૬૦ હજારનો પહેલો હપ્તો ભરપાઇ કરી દીધો છે. લોન માટેના નવા નિયમો નવા અને જૂના તમામ લાભાર્થીઓને લાગુ પડશે.