ટાટા મોટર્સે પોતાની લખટકિયા કારના વેચાણ માટે બુકિંગ ફોર્મ અને તેના લોનની સ્વીકૃતિ માટે ભારતીય પોસ્ટ વિભાગ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ દેશના 141 મોટા ટપાલવિભાગોમાં નેનો કારનુ બુકિંગ કરી શકાશે.
ટાટા મોટર્સ દ્વારા રજૂ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના છ મોટા ટપાલઘરોમાં નેનોનુ બુકિંગ અને તેના લોન ફોર્મ જમા કરવામાં આવશે. જેમા ચંડીગઢ, લુધિયાના, પટિયાલા, અમૃતસર, ભઠિંડા અને જાલંધરના મુખ્ય ટપાલઘરોનો સમાવેશ છે.
આ ટપાલઘરોમાં આ સગવડ 23 એપ્રિલ 2009થી શરૂ થશે. જ્યા બધા કામકાજી દિવસોમાં ફોર્મ મળી શકશે. ફોર્મની કિમંત 300 રૂપિયા છે.