એશિયા પેસિફિક સિટી સમિટ ર૦૧૭ ગુજરાતના આંગણે

ગુરુવાર, 4 જૂન 2015 (17:04 IST)
વિશ્વની અગિયારમી એશિયા પેસિફિક સિટી સમિટ ર૦૧૭ એન્ડ મેચર્સ ફોરમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નથી પહેલી વાર ગુજરાતના આંગણે યોજાઇ રહી છે. અંદાજે ૧૦ કરોડથી વધુ ખર્ચે યોજનારી આ સમિટની જાહેરાત ગુજરાતનું ‌ડેલિગેશન તમામ દેશોને આમંત્રણની સાથે ૭-૮ જુુલાઇના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાઇ રહેલી બ્રિસબેન ખાતેની સમિટમાં કરશે. વિશ્વના ૬૦ દેશોના મેયર અને પ્રતિનિધિ મંડળ આ સમિટમાં હાજરી અર્થે ગુજરાતના આંગણે વર્ષ ર૦૧૭માં આવશે.

એશિયા પેસિફિક સિટી સમિટના યજમાન બનવા માટે મોટા ભાગે અમદાવાદ પસંદગી પામશે. વડા પ્રધાન મોદીની આસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન તેઓ સમિટના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા અને ર૦૧૭નું મેયર્સ ફોરમ ભારતમાં યોજવા મોદીએ આમંત્રણ આપ્યું હતું. અમદાવાદ મ્યુ‌. કોર્પોરેશનના સ્ટે‌િન્ડંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલે આ બાબતે સમર્થન આપ્યું હતું. અને વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ ચોક્કસ પણે સ્થળ તરીકે નક્કી નથી પરંતુ ટૂંક સમયમાં સ્થળ નક્કી કરી દેવામાં આવશે. એશિયા પેસિફિક સિટી સમિટ APCS માટે અંદાજે ૧૦ કરોડની વધુમાં ખર્ચ અંદાજવામાં આવ્યો છે.  જે બે વર્ષમાં વધીને ૧પથી ર૦ કરોડે પહોંચે તેવી શક્યતા છે. સમિટમાં ૬૦થી વધુ દેશોના મેયર, ગર્વનર, મ્યુનિ. કમિશનર, સિટી મેનેજર્સ, પોલિસી મેકર્સ, ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિમંડળ ભાગ લેશે.

અમદાવાદ મ્યુુનિ. કોર્પો. દ્વારા યજમાનપદની દાવેદારીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલી દરખાસ્તમાં અમદાવાદ વિશ્વસ્તરે સફળ આયોજન માટે કન્સલ્ટન્ટ પણ રોક્યા છે. જે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ મેનેજમેન્ટની આયોજનની કામગીરી કરશે

વેબદુનિયા પર વાંચો