પંદરમી લોકસભા માટે થઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે રિઝર્વ બેંકે મંગળવારે કહ્યુ કે આરબીઆઈ બિનરાજનૈતિક સંસ્થા છે તે પોતાના આયોજન અનુસાર મુખ્ય દરોની જાહેરાત કરશે.
સુબ્બારાવે જણાવ્યુ કે આરબીઆઈ કોઈ રાજનૈતિક સંસ્થા નથી કે તેણે દરોમાં ફેરફાર અને તેની જાહેરાત માટે ચૂંટણીપંચની અનુમતી લેવી પડે. તેમજ અમે નાણાકિય નીતિઓની જાહેરાત અમારા આયોજન અંતર્ગક કરતા હોઈએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે હોમલોન અને વાહન લોન પર વ્યાજદરમાં ઘટાડો થઈ શકવાની સંભાવના છે.