જો સરકારે લગાવ્યો બૈન તો શુ થશે તમારી Cryptocurrency નું ?

બુધવાર, 24 નવેમ્બર 2021 (13:18 IST)
મોદી સરકારે સંસદના શીતકાલીન સત્રમાં ક્રિપ્ટોકરેન્સી પર બિલ લાવવાનો નિર્ણય કર્યો છે. ક્રિપ્ટોકરેન્સી પર બૈન સંબંધી સમાચાર પછી રોકાણકારોમાં હડકંપની સ્થિતિ જોવા મળી રહી છે. રોકાણકારોને એ સવાલ સતાવી રહ્યો છે કે સરકાર ક્રિપ્ટોકરેંસી પર બૈન લગાવે છે તો તેનુ શુ થશે ? 
 
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ક્રિપ્ટોકરેન્સીને લઈને ઉત્સાહનુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તમામ વેબસાઈટ્સ ક્રિપ્ટોકરેન્સી અને ક્રિપ્ટો એક્સચેંજોની જાહેરાતોથી ભરાયેલી હતી. બિટકૉઈન, ટિથર, ડોગકોઈન વગેરે અનેક ક્રિપ્ટો કરેન્સી લોકોના મોઢા પર ચઢી ગઈ. ઝડપથી લાભ કમાવવાની લાલચમાં મોટી સંખ્યામાં લોકોએ તેમા રોકાણ કર્યુ. 
 
 
ધ ક્રિપ્ટોકરેંસી એંડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિઝિટલ કરેંસી બિલ 2021 માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા રજુ સત્તાવાર ડિઝિટલ મુદ્રાના સર્જન માટે એક સહાયક માળખાને બનાવવાની વાત કરવામાં આવી છે. આ પ્રસ્તાવિત ખરડામાં ભારતમાં બધા પ્રકારના ખાનગી ક્રિપ્ટોકરેન્સીને પ્રતિબંધિત કરવાની વાત કરવામાં આવી છે. જો કે તેમા કેટલાક અપવાદ છે. જેથી ક્રિપ્ટોકરેંસી સાથે સંબંધિત પૌદ્યોગિકી અને તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવી શકે. 
 
ભારતમાં હાલ ક્રિપ્ટોકરેંસીના ઉપયોગ સંબંધમાં ન તો કોઈ પ્રતિબંધ છે અને ન તો કોઈ નિયમનની વ્યવસ્થા છે. આ પુષ્ઠભૂમિમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિને ક્રિપ્ટોકરેંસીને લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સંકેત આપ્યો હતો કે આ મુદ્દાનો સામનો કરવા માટે સખત વિનિયમન સંબંધી પગલા ઉઠાવવામાં આવશે. 
 
હાલ બધાની નજર એ વાત પર લાગી છે કે મોદી સરકાર ક્રિપ્ટોકરેન્સીને બૈન કરશે કે પછી કેટલાક પ્રતિબંધ સાથે તેમા ટ્રેડિંગની મંજુરી આપશે ? આ બધુ કેટલાક બિલ આવ્યા પછી જ જાણી શકાશે. 
 
શુ થશે પ્રતિબંધોની અસર - આ સવાલ બધાના મનમાં ઉઠી રહ્યો છે કે ક્રિપ્ટોકરેન્સી પર પ્રતિબંધની શુ અસર પડશે. જેરોઘાના સહ સંસ્થાપક નિખિલ કામતે ટ્વિટર પર એક ટ્વિટ કરીને કહ્યુ, જો સરકાર તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરે છે તો ક્રિપ્ટોકરેંસીનુ શુ થશે ?
 
અનેક વિશેષજ્ઞોનુ માનવુ છે કે આ બિલ બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી વધારી શકે છે.  જો સરકાર ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય્કરે છે  તો બેંક અને તમારા ક્રિપ્ટો એક્સચેંજોની વચ્ચે લેવડ-દેવડ બંધ થઈ જશે.  તમે કોઈ ક્રિપ્ટો ખરીદવા માટે તમારા સ્થાનીક મુદ્રાને પરિવર્તિત નહી કરી શકો. આ સાથે જ તમે તેનો ફાયદો પણ નહી ઉઠાવી શકો. 
 
જો તેને નિયમોના દાયરામાં લાવવામાં આવે છે તો દેશમાં રોકાણકારોમાં તેની લોકપ્રિયતા હજુ વધશે. ક્રિપ્ટો એક્સચેંજોની મદદથી તમે સહેલાઈથી લેવડ-દેવડ કરી શકશો અને સાથે જ અનેક બેંકો સાથે પણ ટ્રાંજેક્શનની સુવિદ્યા મળવા માંડશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર