ટ્રેન નંબર 09416/09415 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (08 ટ્રિપ )
ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે ગાંધીધામથી 00.30 વાગ્યે પ્રસ્થાન કરીને 06.00 વાગ્યે અમદાવાદ અને એ જ દિવસે 14.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 15 ડિસેમ્બર, 2022થી 05 જાન્યુઆરી 2023 સુધી ચાલશે.
એ જ રીતે, ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 03.15 વાગ્યે અમદાવાદ અને 08.40 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 15 ડિસેમ્બર, 2022થી 05 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં ભચાઉ, સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ તેમ જ સેકન્ડ ક્લાસના જનરલ શ્રેણીના સામાન્ય ડબ્બા હશે. જનરલ સેકન્ડ શ્રેણીના કોચનું બુકિંગ યુટીએસ દ્વારા થશે.