આર્થિક સર્વેક્ષણ શુ હોય છે જાણો ?

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (13:07 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલી સંસદમાં આજે સામાન્ય બજેટ પહેલા નાણાકીય વર્ષ 2014-15નુ આર્થિક સર્વેક્ષણ રજુ કરવા જઈ રહ્યા છે. આ સર્વેની રિપોર્ટમાં દેશની આર્થિક હાલતની તસ્વીર જોવા મળશે. દેશે મોદી સરકાર આવ્યા પછી કેટલો વિકાસ કર્યો છે. તેનો અંદાજ આર્થિક સર્વેની રિપોર્ટ પરથી જાણી શકાશે. 
 
શુ હોય છે આર્થિક સર્વેક્ષણ (ઈકોનોમિક સર્વે) 
 
આર્થિક સવેક્ષણ દ્વારા જાણી શકાય છેકે સરકારના નિર્ણયોની દેશની અર્થવ્યવસ્થા પર કેવી અસર થાય છે. દેશે કયા ક્ષેત્રમાં કેટલુ રોકાણ કર્યુ અને ખેતી સહિત અન્ય ઉદ્યોગોને કેટલો વિકાસ થયો. આ માહિતી પણ આર્થિક સર્વેક્ષણ દ્વારા મળે છે. વીતેલા નાણાકીય વર્ષમાં દેશની સંપૂર્ણ અર્થવ્યવસ્થાની સમીક્ષા પછી નાણાકીય મંત્રાલય આ વાર્ષિક દસ્તાવેજ બનાવે છે. આ બજેટ સત્ર દરમિયાન સંસદના બંને સદનોમાં રજુ કરવામાં આવે છે. 
 
ઉપયોગી સર્વે 
 
આર્થિક સવે નીતિ નિર્ધારકો, અર્થશાસ્ત્રીયો, નીતિ વિશ્લેષકો,  વ્યવસાયિયો, સરકારી એજંસીયો, વિદ્યાર્થીઓ, અનુસંધાનકર્તાઓ, પત્રકારો અને અર્થવ્યવસ્થાના વિકાસમાં રસ ધરાવનારાઓ માટે ઉપયોગી હોય છે. આ સર્વે રિપોર્ટમાં અલ્પાવધિથી મધ્યાવધિ દરમિયાન અર્થવ્યવસ્થાની તમામ શક્યતાઓની વિગત રહેલી હોય છે.  
 

વેબદુનિયા પર વાંચો