Spicejet Offer - 511 રૂપિયામાં કરો હવાઈ યાત્રા, આ રીતે ટિકિટ બુક કરો

મંગળવાર, 17 મે 2016 (14:49 IST)
ઘરેલુ વિમાન કંપની સ્પાઈસજેટે ગ્રાહકોને ખુશ કરવા એક વધુ ધમાકેદર ઓફર રજુ કરી છે. ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટે સસ્તી ઘરેલુ હવાઈ યાત્રાની ઓફર લૉન્ચ કરી છે. કંપનીએ આ વિશેષ ઓફર 11 વર્ષ પુર્ણ થવા બદલ રજુ કરી છે.  જેના હેઠળ હવે ગ્રાહક 511 રૂપિયામાં ઘરેલુ અને 2,111 રૂપિયા (બેસ ફેયર)માં આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રાની ટિકિટ બુક કરી શકે છે. પણ સ્પાઈસજેટની આ ઓફર લિમિટેડ પીરિયડ માટે છે. 
 
કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ 17થી 19 મે સુધી ટિકિટની બુકિંગ કરી શકાશે. આ ઓફર પર તમે 15 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે યાત્રા કરી શકો છો. ટિકિટોની સંખ્યા સીમિત છે અને તેને પહેલા આવો પહેલા પાવો ના આધાર પર મેળવી શકાય છે.  બીજી બાજુ બેસ પ્રાઈઝ ફક્ત એક તરફની રહેશે.  રિટર્ન માટે જુદુ બુકિંગ કરાવવુ પડશે.  આ ઓફર કેટલાક પસંદગીના રુટ્સ માટે છે. હાલ રૂટો વિશે માહિતી મળી શકી નથી.  બીજી બાજુ આંતરરાષ્ટ્રીય યાત્રા માટે બેસ ફેયર 2,111 રૂપિયાથી શરૂ થશે. આ ઓફર 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે મુસાફરી કરી શકાશે. 
 
આ ઉપરાંત સ્પાઈસ જેટને ટ્રેવલ પાર્ટનરની સાઈટ પર પણ બુકીંગની સુવિયા છે.  કંપનીના નિયમ અને શરતોના આધાર પર આ ઓફરમાં બુક કરવામાં આવેલ ટિકિટને કેસલ કરાવતા કોઈપણ પ્રકારનું રિફંડ નહી મળે.  જો કે બેસ પ્રાઈઝ પર રિફંડેબલ રહેશે. ઓફર હેઠળ ગ્રુપ બુકિંગ થઈ શકશે નહી.  ઓફર હેઠળ ટિકિટોની બુકિંગ www.spicejet.com ની સાથે સ્પાઈસ જેટના એપ અને ઑન લાઈન ટ્રેવલ પોર્ટલ અને ટ્રેવેલ એજંટ દ્વારા કરી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો