SBI ગ્રાહકોને એક મહિનામાં બીજી વાર મળી ભેટ, સસ્તી થઈ હોમ-ઓટો લોન

શનિવાર, 11 મે 2019 (16:45 IST)
. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકએ ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે.  ઉલ્લેખનીય છે કે બેંકે વ્યાજ દરમાં કપાત કરી છે. આ એક મહિનાની અંદર બીજી વાર છે. જ્યારે વ્યાજ દરના મોરચા પર બેંકે પોતાના કરોડો ગ્રાહકોને રાહ્ત આપી છે. 
 
કેટલો ઘટ્યો વ્યાજ દર 
 
એસબીઆઈએ વ્યાજ દરમાં 0.05 ટકાનો કપાત કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ એસબીઆઈની એક વર્ષના કર્જ પર એમસીએલઆર 8.50 ટકાથી ઘટીને 9.45 ટ્કા થઈ ગઈ છે. આ કપાત દરેક સમયના કર્જ પર વ્યાજ દરના સંબંધમાં છે. નવી દર શુક્રવારથી જ પ્રભાવી થઈ ગઈ છે.   તેનો મતલબ એ થ્યયો કે જો તમે હોમ લોન લેવા જઈ રહ્યા છો તો તમારે પહેલા કરતા 0.05 ટકા સસ્તા વ્યાજ દર પર મળશે. આ રીતે જો તમે વર્તમાનમાં 8.50 ટકાના વ્યાજ દર પર હોમ લોનની ઈએમઆઈ આપી રહ્યા છો તો તમને તેના પર 0.05 ટકાની રાહત મળશે. 
 
1 મહિનામાં બીજીવાર 
 
આ એક મહિનામાં બીજી વાર છે જ્યારે બેંકે વ્યાજ દરમાં કપાત કરી છે. બેંકે જણાવ્યુ કે શુક્રવારે એમસીએલાઅરમાં કરવામાં આવેલ કપાત પછી 10 એપ્રિલ 2019 થી અત્યાર સુધી હોમ લોન પર વ્યુઆજ દરમાં  0.15 ટકા સુધીની કમી આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર