SBI માં 1 મે થી બદલાય જશે 5 વસ્તુઓ, ગ્રાહકો પર પડશે અસર

બુધવાર, 1 મે 2019 (12:28 IST)
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ  નિયમોમા અનેક ફેરફાર કર્યા છે. જે 1 મે થી લાગૂ થશે. આવો જાણીએ તેનાથી ગ્રાહકો પર શુ અસર પડશે. 
 
1.  એ લાખથી વધુ રકમ જમા કરવા પર તમને 3.25 ટકા વ્યાજ મળશે જે રેપોર્ટ દરથી 2.75 ટકા ઓછો છે. આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેંકે રેપો દરને 6.25 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધો હતો. 
 
2. 1 મે થી SBI સેવિંગ બેંક ડિપોઝીટ અને શોર્ટ ટર્મ લોનને મર્જ કરવા જઈ રહી છે. 
 
3. નાના ખાતા ધારકો અને ઋણધારકોને એસબીઆઈ દ્વારા આરબીઆઈની રેપો રેટના મુજબ જ વ્યાજ દર આપવામાં આવશે.  આ પહેલા એસબીઆઈ પોતાના 30 લાખના હોમ લોનની વ્યાજ દરમાં પણ 0.10 ટકા સુધીની કપાત કરી હતી. કપાત પછી હવે બેંક 30 લાખ સુધીના હોમ લોન પર  8.60-8.90 ટકાની દરથી વ્યાજ વસૂલ કરી રહ્યુ છે. 
 
4.  SBI દેશની પ્રથમ એવી બેંક બની ગયુ છે જેને પોતાના લોન અને ડિપોઝીટ રેટને સીધા RBI ના રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યુ છે. આ નવ નિયમથી ગ્રાહકોને સસ્તી લોન મળી શકે છે. જો કે 1 મે પછી બેંકના સેવિગ્સ એકાઉંટ પર પહેલાના મુકાબલે ઓછુ વ્યાજ મળશે. 
 
5. અત્યાર સુધી બેંક માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ  લેડિંગ રેટ  (MCLR)ના આધાર પર લોનનુ વ્યાજ નક્કી કરતુ હતુ. જેનાથી અનેકવાર એવુ થતુ હતુ કે રેપો રેટમાં કપાત છતા બેંક MCLRમાં કોઈ રાહત મળતી નહોતી.  MCLRમાં રાહત ન મળવાથી આમ આદમીના રેપો રેટમાં કપાતનો કોઈ લાભ મળતો નહોતો. પણ હવે નવા નિયમથી ગ્રાહકોને સીધો ફાયદો મળશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર