રૂપીકએ ગુજરાતના આ શહેરો સહિત ભારતના ૧૪ શહેરોમાં સૌપ્રથમ વખત લોન્ચ કર્યું ગોલ્ડ પાવર્ડ કાર્ડ

બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (15:02 IST)
દેશનું અગ્રણી મિલ્કત આધારિત ડિજીટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા સૌપ્રથમ ગોલ્ડ-પાવર્ડ કાર્ડ રજૂ કરવામાં આવ્યુ છે જે કરોડો ગ્રાહકોને તેમના નિષ્ક્રિય પડી રહેલા ગોલ્ડનો ઉપયોગ કરીને વારંવાર ઉદભવતી ધિરાણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે મદદ કરશે. મોટા ભાગના ભારતીયોને ઍક્સેસ આપવા માટે ડિઝાઇન કરાયેલ આ ‘કાર્ડ ફોર એવરીવન’ સીધુ ધિરાણ મેળવવા ઇચ્છતા લોકો માટે ઝડપી અને કરકસરપૂર્ણ વિકલ્પ આપે છે. આ ક્રાંતિકારી અને સૌપ્રથમ એવું ‘નો ક્વેશ્ચન્સ’ આસ્ક્ડ કાર્ડ ગ્રાહકોના ઘરના આંગણે રૂ.50 લાખ સુધીની ઓફર કરાતી ધિરાણ મર્યાદા સાથે 60 મિનીટથી ઓછા સમયગાળામાં ડિલીવર કરવામાં આવે છે. ગોલ્ડ પાવર્ડ કાર્ડ આ સેગમેન્ટના સૌપ્રથમ એવા ફીચર્સથી સજ્જ છે જે હાલની વ્યવસ્થામાં ક્યાંય સંભળાયા નથી.
 
હાલમાં, આ કાર્ડ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, વિજયવાડા, લુધિયાણા, અને ચંદીગઢ એમ 14 શહેરોમાં લાઈવ થઈ ગયું છે. વધુમાં, આવા ગોલ્ડ પાવર્ડ કાર્ડ્સ માટે જોવામાં આવેલી માંગને પૂર્ણ કરવા માટે આગામી ક્વાર્ટરમાં અન્ય 16 શહેરો ઉમેરવાની યોજનાઓ ચાલી રહી છે.
 
રૂપીકના સ્થાપક અને સીઇઓ સુમિત મણિયારએ જણાવ્યું હતું કે “અમે એક અદભૂત ગોલ્ડટેક પ્લેટફોર્મ છીએ, જે આધુનિક ટેકનોલોજી પર બનેલ છે અને ગ્રાહક આંતરદૃષ્ટિ દ્વારા સમર્થિત છે જેનો ઉદ્દેશ એક અબજ ભારતીયોના ક્રેડિટ પેઇન પોઈન્ટ્સને ઉકેલવાનો છે. અમારા પ્રકારનાં પ્રથમ ગોલ્ડ સંચાલિત કાર્ડનું લોન્ચિંગ એ એવી જ એક ટેક-આગેવાની ઓફર છે જે જનતા માટે બનાવવામાં આવી છે, જે તેમને તેમની આંગળીના વેઢે અવિરત ક્રેડિટની ઍક્સેસ આપે છે. અમે સ્વદેશી ગોલ્ડ મોનેટાઇઝેશન (GoMon) ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેના અમારા વિશાળ વિઝનને સાકાર કરવા માટે મજબૂતાઇમાં વધારો કરી રહ્યા છીએ જે તમામ માટે વૃદ્ધિ અને ક્રેડિટ અનલૉક કરવામાં મદદ કરે છે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર