કરજણ નજીક ફિલ્મી દ્વશ્યો સર્જાયા, ત્રણ રાઉન્ડ કરી યુવકને માર માર્યો

બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (13:57 IST)
રાજ્યમાં વધુ એક હવામાં ફાયરિંગનો કિસ્સો સર્જાયો છે. કરજણ નેશનલ હાઈ વે 48 પર  કરજણ ટોલનાકા અને કિયા ગામના પાટિયા પાસે ઉભા રહીને રોડ પરથી પસાર થતી કારોના લોનના હપ્તા બાકી હોય એવી કારો સીઝ કરનારા ઉભા હતા. ત્યારે કિયા ગામના પાટીયા પાસે એક કાળા કલરની આવી પહોંચી હતી અને તેમાંથી બે શખ્યોએ નિકળી ગાડી સીઝ કરનારાઓ પર હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત તેમાંથી યુવકને માર મારીને કારમાં બેસાડી પાલેજ ખાતે ઉતારી દીધો હતો. યુવકે કરજણ પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરના બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.
 
સૂત્રોના જણાવ્યા મુજબ કરજણ તાલુકાના કિયા ગામના પાટીયા પાસે કાર લઈને ઉભેલા સીઝરો પાસે અંકલેશ્વરના એક ઇસમે પોતાની ગાડી ઉભી રાખી હતી અને કહ્યું કે મારી બૈરી એકલી ગાડીમાં હોવા છતાં તેં ગાડી રોકી, મારી બૈરીને જેમ-તેમ બોલ્યો, તમને સહેજ પણ શરમ નથી આવતી એમ કહી રિવોલ્વર કાઢી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમજ મહેશભાઈ ચંદ્રસિંહ પરમારને માર મારી કારમાં બેસાડી અપહરણ કરી પાલજ ખાતે ઉતારી દિધો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર