રામદેવ ની Ruchi Soya નુ બદલાયુ નામ, રોકેટની જેમ વધી કંપનીના શેરની કિમંત

બુધવાર, 18 મે 2022 (18:34 IST)
યોગગુરૂ રામદેવની કંપની રુચિ સોયા ઈંડસ્ટ્રીજ લિમિટેડે પોતાનુ નામ પતંજલિ ફુડ્સ લિમિટેડમાં બદલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડના ફુડ રિટેલ બિઝનેસને પોતાના હાથમાં લેશે. જો કે, નામમાં ફેરફાર કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને અન્ય નિયમનકારી સત્તાવાળાઓની મંજૂરીને આધીન છે. જોકે, આ સમાચાર વચ્ચે રુચિ સોયાના શેરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી અને શેરની કિંમત લગભગ 10 ટકા વધી હતી.
 
કેટલી છે શેરની કિંમતઃ બુધવારે ટ્રેડિંગના અંતે રૂચી સોયાના શેરની કિંમત 1188 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આ પહેલા દિવસની સરખામણીએ 10 ટકા જેટલો વધારો છે. ગયા વર્ષે જૂનમાં, શેર રૂ. 1,377 પર ગયો હતો, જે 52 સપ્તાહની ઊંચી સપાટી છે. માર્કેટ કેપિટલની વાત કરીએ તો તે લગભગ 43 હજાર કરોડ રૂપિયા છે.
 
કંપનીનું નવું નામ: રુચિ સોયાએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે પતંજલિ આયુર્વેદ લિમિટેડના ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, પેકેજિંગ, લેબલિંગ અને છૂટક વેપાર કરશે. આ ડીલમાં કર્મચારીઓના ટ્રાન્સફર, કોન્ટ્રાક્ટ, લાઇસન્સ, પરમિટ, વિતરણ નેટવર્ક અને ફૂડ રિટેલ બિઝનેસના ગ્રાહકો જેવી સંપત્તિનો સમાવેશ થાય છે.
 
જો કે, પતંજલિની બ્રાન્ડ, ટ્રેડમાર્ક, કોપીરાઈટ, વાહન, દેવાદાર, રોકડ અને બેંક બેલેન્સ બદલાશે નહીં. તમને જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદ લિમિટેડનું છેલ્લા નાણાકીય વર્ષમાં ટર્નઓવર લગભગ 10,605 કરોડ રૂપિયા હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર