1 એપ્રિલથી LPG સિલિન્ડર પર 300 રૂપિયાની છૂટ, આ યોજનાના લાભાર્થીઓને મળશે ફાયદો

શનિવાર, 30 માર્ચ 2024 (17:58 IST)
1લી એપ્રિલથી નવું ફાયનાન્સીયલ વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. ફાયનાન્સીયલ વર્ષના પ્રથમ દિવસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આવો જ એક નિયમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) સાથે સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે  ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે.  નોંધનીય છે કે આ સબસિડી છૂટ 31 માર્ચ 2024 સુધી હતી પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને 31 માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નવા ફાયનાન્સીયલ યરના પ્રથમ દિવસ એટલે કે 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે. જ  નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારનો કુલ ખર્ચ 12,000 કરોડ રૂપિયા રહેશે.
 
12 સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ
ઉલ્લેખનીય છે કે લાભાર્થી વર્ગને વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે. આ અંતર્ગત 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ રીતે ઉજ્જવલા લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતાં 300 રૂપિયા સસ્તા સિલિન્ડર મળે છે
 
2016 માં થઈ હતી શરૂ
ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને સરકારે મે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજનામાં 1 માર્ચ, 2024 સુધી 10.27 કરોડથી વધુ લાભાર્થીઓ છે  ઉલ્લેખનીય છે કે  ભારત તેની LPG જરૂરિયાતના લગભગ 60 ટકા આયાત કરે છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ગ્રાહકોનો સરેરાશ LPG વપરાશ 29 ટકા વધીને 2019-20માં 3.01 રિફિલ્સના પ્રમાણમાં 2023-24 (જાન્યુઆરી 2024 સુધીમાં) માટે 3.87 રિફિલ થયો છે.
 
100 રૂપિયા સસ્તો સિલિન્ડર
8 માર્ચે મહિલા દિવસના અવસર પર કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડર 100 રૂપિયા સસ્તું કર્યું હતું. આ ડિસ્કાઉન્ટ સાથે હવે દેશની રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડર 803 રૂપિયામાં ઉપલબ્ધ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર