એક વધુ નોટબંધી ? RBI એ 2000 નોટ પર લેવાયો મોટો નિર્ણય, આ તારીખથી બદલી શકાશે કરંસી
શુક્રવાર, 19 મે 2023 (20:13 IST)
રિઝર્વ બેંકે નોટબંધી બાદ બહાર પાડવામાં આવેલી 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ રજુ કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટ વેધ મુદ્રા તરીકે ચાલુ રહેશે. રિઝર્વ બેંકે આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લીધો છે.
Reserve Bank of India has advised banks to stop issuing Rs 2000 denomination banknotes with immediate effect though banknotes in Rs 2000 denomination will continue to be legal tender. https://t.co/yLWWpyuahLpic.twitter.com/kPTMqlm1XD
આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. પરંતુ તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી. રિઝર્વ બેંકના આદેશ અનુસાર, જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે, તો તમે 23 મેથી 30 સપ્ટેમ્બરની વચ્ચે બેંકમાં જઈને તમારી 2000ની નોટ બદલી શકો છો. 2 હજારની 10 નોટ એક સાથે બદલી શકાશે.
આ નિર્ણયની શું અસર થશે
રિઝર્વ બેંકના આ આદેશ પછી તમારે કેટલીક બાબતો સમજવી જોઈએ. પહેલી વાત એ છે કે રિઝર્વ બેંકે બેંકોને આ નોટ બહાર પાડવાની મનાઈ કરી છે. તે હજુ પણ લીગલ ટેન્ડર છે. જો તમારી પાસે આ નોટ છે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જઈને આ નોટ બદલી શકો છો. 2 હજારની 10 નોટ એક સાથે બદલી શકાશે. એટલે કે એક સમયે 20 હજાર રૂપિયા સુધીની નોટ બદલી શકાશે.
શું ખરેખર નોટબંધી છે
રિઝર્વ બેંકના નિર્ણયથી ગભરાવાની જરૂર નથી. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે અત્યારે પણ તમારે 2000 રૂપિયાની નોટ લઈને નોટબંધીનો વિચાર ન કરવો જોઈએ. ફક્ત એટલું સમજી લો કે તમે અત્યારે આ 2000 રૂપિયાની નોટ બજારમાં ખરીદી શકો છો. દુકાનદાર કે પેટ્રોલ પંપની વ્યક્તિ તમારી પાસેથી 2000ની નોટ સ્વીકારવાની ના પાડી શકે નહીં. તમે 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જઈને આ નોટ સરળતાથી બદલી શકો છો.
2018 થી પ્રિન્ટીંગ બંધ છે
નોટબંધી પછી 2000ની નોટને 2016માં આરબીઆઈ એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ લાવવામાં આવી હતી. પરંતુ મોટી નોટ હોવાના કારણે આ નોટ થોડા દિવસો પછી ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર, 2018-19માં 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી.
RBI એ વર્ષ 2021-22ના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું છે કે
- 2020-21માં કુલ કરન્સી સર્ક્યુલેશનમાં રૂ. 2,000ની નોટોનો હિસ્સો 17.3 ટકા હતો
- 2019-20માં 2000ની કિંમતની 5,47,952 રૂપિયાની નોટો ચલણમાં હતી
- કુલ નોટોમાં 22.6 ટકા હિસ્સો
- 2020-21માં તે ઘટીને 4,90,195 કરોડ રૂપિયા થઈ ગયું.
- 2021-22માં કુલ કરન્સી સર્ક્યુલેશનમાં રૂ. 2,000ની નોટોની સંખ્યામાં વધુ ઘટાડો