જીરો બેલેંસ ખાતા પર RBIનો મોટો નિર્ણય, હવે મળશે આ મોટી સુવિદ્યા

મંગળવાર, 11 જૂન 2019 (12:02 IST)
રિઝર્વ બેંકે સોમવારે જીરો બેલેંસ ખાતા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે.  જેનાથે હવે એવા ખાતાધારકોને ચેક બુક અને અન્ય સુવિદ્યાઓ પુરી પાડી શકાશે. જોકે બેંક આ સુવિદ્યાઓ મટે ખાતાધારકોને કોઈ ન્યૂનતમ રકમ રાખવા માટે નહી કહી શકે. 
 
પ્રાથમિક બચત બેંક જમા ખાતા(બીએસબીડી)થી આશય એવા બેંક ખાતાથી છે જે શૂન્ય રાશિથી ખોલી શકાય છે. તેમા કોઈ ન્યૂનતમ રકમ મુકવાની જરૂર નથી. આ એકાઉંટમાં અત્યાર સુધી ચેક બુક જેવી સુવિદ્યાઓ મળતી નહોતી.  જો કે આ ખાતમાં એટીએમમાંથી એક મહિનામાં ચાર વાર પૈસા કાઢવાની સુવિદ્યા મળતી હતી. 
 
આ પહેલા નિયમિત બચત ખાતા જેવા ખાતાને જ આ સુવિદ્યા મળતી હતી. આ ખાતામાં ન્યૂનતમ રકમ રાખવાની જરૂર હોય છે અને અન્ય ફી પણ આપવાની હોય છે. ચેકબુક સુવિદ્યાઓ મળ્યા પછી પણ આ ખાતુ બિન બીએસબીડી એકાઉંટમાં નહી બદલી શકાય.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર