સોનાની દાણચોરી કરનારાઓ હવે મળવિસર્જન માર્ગમાં છુપાવીને કે પછી સોનાની પેસ્ટ બનાવીને મળ વિસર્જન માર્ગમાં સંતાડી દઈને તેને દાણચોરીથી દેશમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે પુરુષો અને સ્ત્રીઓ તેમના ઉપવસ્ત્રોમાં સંતાડીને સોનું કે તેની પેસ્ટ લાવી રહ્યા છે. પટ્ટા તરીકે કે પછી પટ્ટાના બક્કલ તરીકે પણ દાણચોરીથી સોનું લાવવામાં આવી રહ્યું છે.
જ્યુસર કે પછી અન્ય મશીનરીમાં તેના પૂરજા તરીકે સોનું સંતાડીને ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી પણ દાણચોરી કરનારાઓ દ્વારા અપનાવવામાં આવી રહી છે. સોનાની દાણચોરીમાં એરપોર્ટના સ્ટાફના સભ્યોનો સાથ સહકાર લેવામાં આવી રહ્યો છે. તેમના સહયોગને કારણે દાણચોરી કરનારાઓનો માર્ગ ખાસ્સો સરળ થઈ રહ્યો છે. સોનાની દાણચોરી વધી રહી હોવાથી એરપોર્ટ પર કોન્ટ્રાક્ટથી ડેપોમાં ખાનગી કંપનીઓના માણસોને રાખવાના વલણ સામે પણ પ્રશ્ન ઊઠી રહ્યો છે.