16 દિવસ પછી પેટ્રોલ-ડિઝલના ભાવમાં મળી રાહત...જાણો કેટલી

બુધવાર, 30 મે 2018 (12:00 IST)
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવથી ત્રસ્ત લોકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. સતત 16 દિવસ સુધી ભાવ વધ્યા બાદ આજે બુધવારે 17મા દિવસે પેટ્રોલ એને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં દિલ્હીમાં 60 પૈસા અને મુંબઈમાં 59 પૈસા ઘટી છે. તેવી જ રીતે ડીઝલની કિંમતમાં દિલ્હીમાં 56 અને મુંબઈમાં 59 પૈસાનો ઘટ્યા છે.
 
પેટ્રોલ-ડીઝલ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયાં છે. તેના ભાવ વધારા કે ઘટાડાની સીધી અસર લોકોના જીવન પર પડે છે. પરંતુ છેલ્લા 16 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેને લઈને સરકારે પણ ચારેકોરથી વિરોધ અને ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો. સરકાર સતત આશ્વાસન આપી રહી છે કે આ સ્થિતિનો ટૂંક સમયમાં જ ઉકેલ લાવશે..સરકારનું કહેવું છે કે તે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવમાંથી રાહત આપવા માટે કોઈ તત્કાળ પગલા લેવાના બદલે લાંબી રાહત આપવા પર વિચાર કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર