ગુજરાતમાં પણ લોકો અસહ્ય ગરમીથી ત્રાસી ગયા છે. સવારે 8 વાગ્યાથી જ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. પણ હવે આપ સૌને માટે ઠંડક આપનારા સમાચાર છે. હવામાન વિભાગ મુજબ 14-15 જૂને મેઘરાજાની એન્ટ્રી થઈ જશે અને અંગ દઝાડતી ગરમીથી ત્રાસી ગયેલા લોકોને ગરમીથી રાહત મળશે.