રેલવેએ આપ્યો મોટો ઝટકો, પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 3 ગણો વધારો, હવે 10ને બદલે 30 રૂપિયાની ટિકિટ

બુધવાર, 5 ઑક્ટોબર 2022 (11:07 IST)
હવે તહેવારોની સિઝનમાં દિલ્હીના મુખ્ય સ્ટેશનો પર લોકોએ પ્લેટફોર્મ ટિકિટ ત્રણ ગણી કિંમતે ખરીદવી પડશે. પહેલા જ્યાં પ્લેટફોર્મ ટિકિટ માત્ર 10 રૂપિયામાં મળતી હતી, હવે તેના માટે 30 રૂપિયા ચૂકવવા પડશે.
 
મળતી માહિતી મુજબ તહેવારોની સિઝનમાં રેલ્વે સ્ટેશનો પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે. જેમાં ઘણી વખત તેમને ઉતારવા આવતા સામાન્ય લોકોની સંખ્યા મુસાફરો કરતા વધુ હોય છે. આ ભીડને ઘટાડવા માટે આગામી છઠ તહેવાર સુધી પ્લેટફોર્મ ટિકિટ મોંઘી કરવામાં આવી છે.
 
આ અંગેનો આદેશ મંગળવારે જારી કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી, જૂની દિલ્હી, નિઝામુદ્દીન, આનંદ વિહાર અને ગાઝિયાબાદ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 5 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2022 સુધી 30 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જેની કિંમત હાલમાં 10 રૂપિયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર