4 દિવસમાં 70 પૈસા મોંધુ થયુ પેટ્રોલ જુલાઈમાં પહેલીવાર વધ્યા ડીઝકના ભાવ

રવિવાર, 4 જુલાઈ 2021 (11:34 IST)
સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો પરેશાન છે. 4 દિવસમાં પેટ્રોલમા ભાવ 70 પૈસા વધી ગયા છે. જ્યારે જુલાઈમાં પહેલીવાર ડીઝલના ભાવ વધી ગયા છે. 
 
તેલ કંપનીએ રવિવારે એક વાર ફરી પેટ્રોલ ડીઝલની કીમતોમાં વધારો કર્યુ છે. તેનાથી દેશભરમાં તેના ભાવ નવા રેકાર્ડ સ્તર પર પહોંચી ગયા. અગ્રણી તેલ કંપની ઈંડિયન ઑયલ કોર્પોરેશનના મુજબ દિલ્લીમાં પેટ્રોલના ભાવ 35 પૈસા વધીને 99.51 રૂપિયા દર લીટરના અત્યારે સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ. સતત 4 દિવસના પછી ડીઝ્લ 18 પૈસા મોંઘુ થઈણે 89.36 રૂપિયાઅ દર લીટર થઈ ગયું. 
 
પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનો સિલસિલો 4 મેથી શરૂ થયુ હતું. દિલ્લીમાં મે અને જૂનમાં પેટ્રોલ 8.41 રૂપિયા અને ડીઝલ 8.45 રૂપિયા મોંઘુ થયું. જુલાઈમાં પેટ્રોલની ભાવ 70 પૈસા અને ડીઝલ 18 પૈસા દર લીટર વધી ગયા છે. 
 
મુંબઈમાં પેટ્રોલ 34 પૈસા અને ડીઝલ 19 પૈસા મોંઘુ થયું. અહીં એક લીટર પેટ્રોલ 105.58 રૂપિયા અને ડીઝલ 96.91 રૂપિયા વેચાઈ રહ્યુ છે. ચેન્નઈમાં પેટ્રોલ 31 પૈસા મોંઘુ થઈ 100.44 રૂપિયા અને ડીઝલ 19 પૈસા મોંઘુ થઈ 93.91 રૂપિયા દર લીટરના રેકાર્ડ સ્તર પર પહોચી ગયું. કોલકત્તામાં પેટ્રોલ 41 પૈસા મોંઘુ થઈ 99.45 રૂપિયા દર લીટર પહોંચી ગયું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર