પેટ્રોલ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા થયુ સસ્તુ, કેન્દ્રએ એક્સાઈઝ ડ્યુટી ઘટાડી

શનિવાર, 21 મે 2022 (19:30 IST)
કેન્દ્ર સરકારે શનિવારે સામાન્ય જનતાને મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશ 8 અને 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઓછી કરી દીધી છે.  ત્યારબાદ પેટ્રોલની કિમંત 9.5 ત્યારબાદ પેટ્રોલની કિમંત 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિમંત 7 રૂપિયા પ્રતિ લીટર ઓછી થઈ જશે. 
 
આ ઉપરાંત કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ 200 રૂપિયા (12 સિલિન્ડર સુધી) સબસિડી આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આનાથી આપણી માતાઓ અને બહેનોને મદદ મળશે.
 
દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં રૂ. 123.46 પ્રતિ લિટર હતું, જ્યારે આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં ડીઝલ રૂ. 107.61 પ્રતિ લિટર હતું. તે જ સમયે, પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લિટર હતું.
 
સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol price today)105.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત આજે 96.67 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 104.77 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જો કે હવે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર