પાસપોર્ટ વેરિફિકેશન માટે લોકોને હવે પોલીસ મથકે નહીં જવું પડે, પોલીસ પણ ઘરે નહીં આવે

બુધવાર, 22 નવેમ્બર 2023 (13:28 IST)
ગુજરાતમાં પાસપોર્ટના અરજદારોએ હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તેમજ વેરિફિકેશન માટે પોલીસ પણ અરજદારના ઘરે નહીં જઈ શકે. દિવાળી બાદ પાસપોર્ટના વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારાો કરવામાં આવ્યો છે.રાજ્યના કાયદા વિભાગના પોલીસ નિર્દેશક દ્વારા એક પરિપત્ર કરીને પોલસ સ્ટેશનોમાં આ મુદ્દે જાણ કરવામાં આવી છે.

પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.ગુજરાતના કાયદા વિભાગના પોલીસ મહાનિર્દેશક દ્વારા ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, પાસપોર્ટના અરજદારોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવાની કોઈ જરૂર રહેતી નથી. આ માટે અરજદારની નાગરિકતા તેમજ ગુનાહિત પૂર્વ ઈતિહાસની ચકાસણી કરવાની રહેશે. તે ઉપરાંત પોલીસે અરજદારના સરનામાની ચકાસણી કરવાની પણ જરૂર હવે નથી. પરંતુ જો કોઈ કિસ્સામાં પોલીસને લાગે કે અરજદારના રહેણાંક સરનામાની તપાસ જરૂરી છે તેવા કિસ્સામાં પોલીસ અરજદારના ઘરે આવીને વેરિફિકેશન કરી શકશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર