Parle-G એ લોકડાઉન દરમિયાન બનાવ્યો રેકોર્ડ, લગભગ 40 વર્ષમાં પહેલીવાર વેચાણમાં જોવા મળ્યો ગ્રોથ

બુધવાર, 10 જૂન 2020 (12:46 IST)
કોરોના વાઈરસના કારણે મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉને દેશના અર્થતંત્રની કમર તોડી નાંખી અને અનેક કંપનીઓએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો. આ લૉકડાઉન અનેક કંપનીઓને મંદીના કપરા કાળમાં ધકેલી ગયું છે, પરંતુ બંધ થવાના આરે પહોંચી ગયેલા પારલે-જી બિસ્કિટ માટે આ લૉકડાઉન આશીર્વાદરૂપ રહ્યું. કોરોના વાયરસને લઇને લોકડાઉન વચ્ચે ભલે બધા ધંધામાં નુકસાની જોવા મળી રહી હોય, પરંતુ પારલે-જી બિસ્કીટના વેચાણે છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માત્ર 5 રૂપિયામાં મળનારા પારલે-જી બિસ્કીટના પેકેટ હજારો કિલોમીટર પગે ચાલીને જઇ રહેલા પ્રવાસી શ્રમિકો માટે પણ ખુબ મદદગાર સાબિત થયાં. કોઇ વ્યક્તિએ જાતે ખરીદીને ખાધા, તો કોઇ વ્યક્તિએ બીજાને મદદ માટે બિસ્કીટ વેંચ્યાં. જ્યારે ઘણા લોકોએ તો પોતાના ઘરમાં પારલે-જી બિસ્કીટનો સ્ટોક જમા કરીને રાખી લીધો.
 
લૉકડાઉનના સમયમાં પારલે-જી બિસ્કિટ પગપાળા વતન જતાં લાખો પરપ્રાંતિય મજૂરો માટે એકમાત્ર ભોજનનો આધાર હતું. અનેક જગ્યાએ જરૂરિયાતમંદોને રાહત સામગ્રીઓ પૂરી પાડતી સંસ્થાઓએ પણ મોટી સંખ્યામાં પારલે-જી બિસ્કિટનું વિતરણ કર્યું હતું. લૉકડાઉન લાંબુ ચાલશે તેવી આશંકાથી મધ્યમ વર્ગના લોકોએ પણ મોટી સંખ્યામાં ઘરમાં પારલે-જી બિસ્કિટનો સ્ટોક કર્યો હતો. પારલે કંપનીએ બિસ્કિટની આ બ્રાન્ડના વેચાણના આંકડા જાહેર નથી કર્યા, પરંતુ એટલું જરૂર કહ્યું છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાનું વેચાણ છેલ્લા આઠ દાયકામાં સૌથી સારું રહ્યું છે
 
82 વર્ષનું રેકોર્ડ વેચાણ
1938 થી પાર્લે-જી લોકોમાં પ્રિય બ્રાન્ડ છે. લોકડાઉનની વચ્ચે, તેણે ઇતિહાસમાં વેચાયેલા સૌથી વધુ બિસ્કિટનો રેકોર્ડ બનાવ્યો છે. જો કે પારલે કંપનીએ સેલ્સ નંબર તો ન જણાવ્યા પરંતુ તે જરૂર કહ્યું કે માર્ચ-એપ્રિલ અને મે મહિનો 8 દાયકામાં સૌથી સારો મહિનો સાબિત થયો હતો.
 
કંપનીના વિકાસમાં 80-90% હિસ્સો
પાર્લે પ્રોડક્ટ્સના કેટેગરીના હેડ મયંક શાહે જણાવ્યું હતું કે કંપનીનો કુલ માર્કેટ શેર લગભગ 5 ટકા જેટલો વધ્યો છે અને તેમાંથી 80-90 ટકા ગ્રોથ પાર્લે-જીના વેચાણમાંથી આવ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર