ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગમાં ટ્રેન મુસાફરોએ સર્વિસ ચાર્જમાંથી છૂટ આપવા માટે આઈઆરસીટીસી ( irctc.co.in )ને મોટુ નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે. આ નુકશાનની ભરપાઈ માટે નાણાકીય મંત્રાલય વર્ષ 2018-19 માટે ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ પોર્ટલને 120 કરોડ રૂપિયા આપશે. વર્ષ 2017-18 માટે પણ આઈઆરસીટીસીને 88 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.
નવેમ્બર 2016માં નોટબંધી પછી IRCTCએ લોકોને ઓનલાઈન ટિકિટ બુકિંગમાં સર્વિસ ચાર્જ ન લેવા મટે કહેવામાં આવ્યુ હતુ જેથી તે ડિઝિટલ લેવદ-દેવડ પ્રત્યે પ્રોત્સાહિત થઈ શકે. પહેલા જૂન 2017 સુધી કોઈ ચાર્જ ન લગાવવા માટે કહેવાયુ હતુ પણ લોકોને વધુ રાહત આપવા તેને અનેકવાર આગળ વધારવામાં આવી. વર્તમાનમાં પણ ડિઝિટલ લેવડ-દેવડને પ્રોત્સાહિત કરવા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં સર્વિસ ચાર્જ લેવામાં નથી આવી રહ્યો.