ઈ ટિકિટ પર માર્ચ 2018 સુધી કોઈ સર્વિસ ચાર્જ નહી લે રેલવે

બુધવાર, 4 ઑક્ટોબર 2017 (11:02 IST)
સરકારે રેલ મુસાફરો માટે મોટી રાહત આપનારી જાહેરાત કરી છે. રેલ મુસાફરોને ઑનલાઈન ઈ-ટિકિટ બુક કરાવતા સર્વિસ ચાર્જ હવે માર્ચ 2018 સુધી આપવો નહી પડે. 
 
ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં નોટબંધીની જાહેરાત કર્યા પછી ડિઝિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ઈ ટિકિટ બુક કરતા સર્વિસ ચાર્જ ખતમ કરી દીધો હતો.  એ સમયે પણ સરકારે સીમિત સમય માટે જ સર્વિસ ચાર્જ લેવો બંધ કર્યો હતો. ત્યારબાદ સર્વિસ ચાર્જથી મુક્તિની સીમા ત્રણ જૂન 2017 સુધી અને પછી 30 સપ્ટેમ્બર 2017 સુધી વધારી દેવામાં આવી હતી.  હવે નવી જાહેરાત મુજબ રેલ મુસાફરોને માર્ચ 2018 સુધી ઓનલાઈન ટિકિટ બુક કરાવતા સર્વિસ ચાર્જ નહી આપવો પડે. 
 
ઉલ્લેખનીય છે કે આઈઆરસીટીસીના માધ્યમથી રેલગાડીની ટિકિટ બુક કરાવતા 20 થી 40 રૂપિયા સર્વિસ ચાર્જ લાગે છે. 

વેબદુનિયા પર વાંચો