1000ની નવી નોટ નહી આવે, 500ની નોટનો સપ્લાય વધારશે સરકાર

બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (13:12 IST)
સરકારે આજે સ્પષ્ટ કર્યુ કે 1000 રૂપિયાના નવા નોટ લાવવાની તેમની કોઈ યોજના નથી. આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસાએ આ સ્પષ્ટ કરી દીધુ છે કે એક હજાર રૂપિયાના નોટ લાવવાની કોઈ યોજના નથી. આ સમય નિમ્ન મૂલ્યવર્તના નોટોનુ ઉત્પાદન અને આપૂર્તિ પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ભારતીય રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારે એક હજાર રૂપિયાના નવા નોટ માર્કેટમાં લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ એક હજાર રૂપિયાના નવા નોટનું છાપકામ પણ શરૂ થયુ હતુ. 
 
જો કે નાણાકીય મામલાના સચિવ શશિકાંત દાસે આ પ્રકારની જ ચર્ચાઓને અફવા સાબિત કરી છે. તેમને કહ્યુ કે આ સમયે બધો ફોકસ 500 અને તેનાથી નાની નોટોના પ્રોડક્શન અને તેના સપ્લાય પર છે.  આ ઉપરાંત નોટબંધીના આટલા દિવસો પછી પણ એટીએમમાં કેશની સમસ્યાને લઈને તેમણે કહ્યુ કે આ સમસ્યાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  લોકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે તે જરૂર કરતા વધુ ધન ન કાઢે.  ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  નોટબંધીની જાહેરાત હેઠળ 500 અને 1000 રૂપિયાની નોટોને અમાન્ય કરાર આપ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો